નકલંક પાર્કમાં રહેતો શખ્સ બિયરના 432 ટીન સાથે ઝડપાયો May 17, 2019

  • નકલંક પાર્કમાં રહેતો શખ્સ બિયરના 432 ટીન સાથે ઝડપાયો


રાજકોટ તા.17
શહેરમાં દારૂ-જુગારના કેસો કરવા અંગે પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી શૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અતુલ સોનારા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મહેશભાઈ મંઢ, નિશાંતભાઈ પરમાર અને અજીતસિંહ પરમારની બાતમી આધારે અનિલભાઈ સોનારા, સમીરભાઈ શેખ, નિલેશભાઈ ડામોર, હરદેવસિંહ રાણા સહિતનાઓ સાથે રાખીને આજી ડેમ ચોકડી પાસે આવેલ નકલંક પાર્કમાં રહેતા અને મજૂરીકામ કરતા ભાવેશ દેહાભાઈ ડાભી નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન તેના ઘરમાંથી બીયરના 432 ટીન મળી આવતા પોલીસે 43,200 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કેટલા સમયથી વેચતો હતો તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.