શહેર પોલીસ દ્વારા ત્રીજા દિવસે 1521 કેસ કરી 1.60 લાખના દંડની વસૂલાતMay 17, 2019

  • શહેર પોલીસ દ્વારા ત્રીજા દિવસે 1521 કેસ કરી 1.60 લાખના દંડની વસૂલાત

રાજકોટ તા.17
રાજકોટ શહેરમાં પરાણે ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે શહેર પોલીસે આકરું વલણ અપનાવ્યું છે ત્યારે સતત ત્રીજા દિવસે 1521 કેસો કરી 1.60 લાખનો તોતિંગ દંડ વસુલ કર્યો હતો.
શહેરમાં સૌથી વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિદ્ધાર્થ ખત્રી દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે લોકો ફરજિયાતપણે હેલ્મેટ પહેરે અને નિયમોનું પાલન કરે તે માટે હવે પોલીસે લાલ આંખ કરી છે સતત ત્રીજા દિવસે 11 ટિમો મારફતે આજી ડેમ, સોરઠિયાવાડી, ગુંદાવાડી, હુડકો, ભક્તિનગર સહીત 11 સ્થળોએ હેલ્મેટ, સીટબેલ્ટ, ડાર્ક ગ્લાસ સહિતના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને રોકી 1521 એનસી કેસો કરવામાં આવ્યા હતા અને તમામ પાસેથી 1,60,400 રૂપિયાનો તોતિંગ દંડ વસુલ્યો હતો પોલીસની આ દંડની કાર્યવાહી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.