બિલ્ડર પઝેશનમાં મોડું કરે તો રિફંડ આપવું પડેMay 17, 2019

  • બિલ્ડર પઝેશનમાં મોડું કરે તો રિફંડ આપવું પડે

નવીદિલ્હી, તા.17
ફ્લેટ ખરીદવા માટે તગડી રકમ ચૂકવ્યા બાદ બિલ્ડર પઝેશન આપવામાં ખૂબ જ મોડું કરે એ કંઈ નવી વાત નથી. આવામાં પાઈ પાઈ જોડીને ઘર ખરીદનારા ગ્રાહકોના જીવ ઊંચા રહે છે અને વળી ફ્લેટ ન મળે ત્યાં સુધી ઘણા ગ્રાહકોએ ભાડા પાછળ પણ હજારો રૂપિયા ખર્ચવા પડે છે. હવે ગ્રાહક સુરક્ષાની સર્વોચ્ચ અદાલત આવા ગ્રાહકોની વહારે આવી છે. પોતાના ફ્લેટનું પઝેશન મેળવવા વર્ષો સુધી રાહ જોનારા ગ્રાહકોની તરફેણમાં ક્ધઝ્યુમર કમિશને એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરી છે. જો પ્રોજેક્ટ પૂરો થવામાં 1 વર્ષ કરતા વધુ મોડુ થાય તો ગ્રાહકો બિલ્ડર પાસે રિફંડ માંગી શકશે. સુપ્રીમ કોર્ટ અને ગ્રાહક સુરક્ષા કોર્ટ અગાઉ પણ કહી ચૂક્યા છે કે બિલ્ડરો ગ્રાહકોના પૈસા લઈને તેમને ટટળાવી ન શકે પરંતુ મોડું થાય તો રિફંડ ક્યારે માંગી શકાય તે અંગે કોઈ સ્પષ્ટતા નહતી.
નેશનલ ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)એ જણાવ્યું છે કે બિલ્ડરે પઝેશનનો વાયદો કર્યો હોય તે તારીખથી એક વર્ષ કરતા વધારે મોડું થાય તો ગ્રાહક રિફંડ માંગી શકે. પ્રેમ નારાયણની બેન્ચે જણાવ્યું, જો બિલ્ડર પઝેશન આપવામાં મોડું કરે, ખાસ કરીને એક વર્ષ કરતા વધુ સમય લાગી જાય તો ગ્રાહકોને બિલ્ડર પાસે રિફંડ માંગવાનો અધિકાર છે. દિલ્હીના રહેવાસી શલભ નિગમે 2012માં ગ્રીનોપોલીસ નામના લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદ્યો હતો. ઓરિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 3ઈ કંપની દ્વારા ગુડગાંવમાં વિકસાવાયેલી આ સ્કીમમાં નિગમે રૂ.1 કરોડની કિંમતમાંથી રૂ. 90 લાખ ચૂકવી દીધી હતી. કરાર અનુસાર તેને 36 મહિનામાં ફ્લેટ આપવાનું વચન આપ્યું હતું અને તેમાં એલોટમેન્ટની તારીખથી છ મહિનાનો ગ્રેસ પીરિયડ હતો. જ્યારે બિલ્ડર આ પ્રોજેક્ટ પૂરો કરવામાં નિષ્ફળ ગયા ત્યારે નિગમે આદિત્ય પારોલિયા નામના એડવોકેટની મદદથી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ધા નાંખી હતી અને બિલ્ડર પાસે રિફંડ માંગ્યું હતું.
કમિશને બિલ્ડરને સપ્ટેમ્બર 2019 સુધીમાં ક્ધસ્ટ્રક્શન પૂરુ કરવા માટે અને ઓસી લઈને ફ્લેટ હેન્ડ ઑવર કરવા માટે સૂચના આપી હતી. કમિશને બિલ્ડરને પઝેશન આપ્યા પછી પણ કોમ્પેન્સેશન પેટે દર વર્ષે 6 ટકાના દરે રકમ ચૂકવવા કહ્યું હતું. જો બિલ્ડર આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો ગઈઉછઈએ જણાવ્યું કે બિલ્ડરે આ રકમ 10 ટકા વ્યાજ સાથે રિફંડ કરવી પડશે. બિલ્ડરે બચાવમાં કહ્યું કે ખરીદદારે હફ્તા ભરવાનું બંધ કરી દીધું હતું અને જો રિફંડનો આદેશ અપાશે તો તેને નક્કી કરેલી રકમ કરતા 10 ટકા ઓછી રકમ મળશે.
કમિશને બિલ્ડરની અરજી ફગાવતા કહ્યું કે ગ્રાહકે 7મા સ્ટેજ સુધી હફ્તા ચૂકવ્યા હતા પરંતુ ક્ધસ્ટ્રક્શનમાં કામ આગળ ન વધતા તેણે પેમેન્ટ અટકાવ્યું હતું. હાલમાં પ્રોજેક્ટ મોડો થાય તો બિલ્ડર એગ્રીમેન્ટની શરત મુજબ પ્રતિ સ્ક્વેરફીટ દીઠ રૂ. 5થી 10નું પ્રતિ મહિના વળતર ચૂકવે છે. ગ્રાહક જે તગડું ઈન્વેસ્ટમેન્ટ કરે છે તેની સામે આ રકમ લગભગ નહિવત જેવી છે.