અબ કી બાર તીન સો કે પાર: મોદીMay 17, 2019

  • અબ કી બાર તીન સો કે પાર: મોદી

ભોપાલ તા,17
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય
પ્રદેશના ખરગૌનામાં જનસભા સંબોધી કોંગ્રેસ સરકારને નિશાને લીધી. તેમણે જણાવ્યુ કે, દેશમી ફરીવાર ઈતિહાસ રચાવવા જઈ રહ્યા છે. દેશમાં ફરીવાર ભાજપ સરકાર પૂર્ણ બહુમતિથી બનવાની છે. ભાજપને ચૂંટણીમાં 300થી વધારે બેઠક મળવાની છે.
પીએમ મોદીએ જનસભામાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ અફસ્પા અને દેશદ્રોહના કાયદા જેવા મુદ્દાઓ લઈને જનતા વચ્ચે ગઈ. જોકે, આ તમામ મુદ્દાઓને દેશની જનતાએ ફગાવ્યા. જે જમ્મુ કાશ્મીરમાં બે પ્રધાન મંત્રીની તરફેણ કરે છે તેમને દેશની જનતા જવાબ આપવાની છે.
દેશમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ દેશની સેનાએ આતંકવાદીઓને ઘરમા ઘુસીને ઠાર કર્યા. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, મેરઠથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી અને અંતિમ રેલી મધ્ય પ્રદેશના ખરગૌનામાં યોજાઈ છે. આ બન્ને શહેર ઐતિહાસિક વારસા સાથે જોડાયેલા છે.