થોરાળાના રામનગરમાં યુવકને છરીના ઘા ઝીંકી સોડા બોટલના છુટ્ટા ઘા કર્યાMay 17, 2019

રાજકોટ તા.17
શહેરના નવા થોરાળામાં રહેતા યુવકના ઘરે જઈ પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકી ઢીકાપાટુનો માર મારી છુટ્ટા સોડા બોટલના ઘા કરતા નાશભાગ મચી જવા પામી હતી ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલે ખસેડી ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની શોધખોળ હાથ
ધરી છે.
શહેરના નવા થોરાળા રામનગરમાં રહેતા સોનુ ખીમજીભાઈ વાઘેલા નામના યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો 26 વર્ષીય ભાઈ પ્રદીપ ગત રાત્રે ઘરની નીતિન મુછડીયા, મહેશ ચુડાસમા ઉર્ફે અણી અને સાવંત ઉર્ફે કાળો જાદવ બાઈક લઈને ધસી આવ્યા હતા અને બોલાચાલી કરી, ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને નીતિને છરીના ઘા પડખામાં ઝીકી દીધા હતા આ જ સમયે એક બાઇકમાં બીજા બે અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા અને મોઢે રૃમાલ બાંધી ગાળો ભાંડી છુટ્ટા સોડા બોટલના ઘા કર્યા હતા અને નાસી છૂટ્યા હતા દેકારો થતા પાડોશમાં રહેતા જીલુભાઈ અને પરિવારજનો ધસી આવ્યા હતા 108ને ફોન કર્યો હતો પરંતુ આવવામાં મોડું થતા રીક્ષા મારફતે પ્રદીપને હોસ્પિટલે ખસેડાયો હતો પ્રદીપ ગેસના કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે પીએસઆઇ કે કે પરમાર સહિતના સ્ટાફે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.