વિપ્ર પરિણીતા સાસુની માંગ મુજબ માવતરેથી કાર લાવી હોવા છતાં ત્રાસ ગુજારતા નોંધાવી ફરિયાદ May 17, 2019

રાજકોટ તા.17
રાજકોટમાં રહેતી વિપ્ર પરિણીતાને કરિયાવર માટે ત્રાસ આપતા સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે સાસુએ કાર માંગતા માવતરેથી કાર લાવી દીધી હોવા છતાં પતિ છેલ્લા 4 વર્ષથી મૂકીને જતો રહ્યો હોય અને ભાડાનું મકાન ખાલી કરવા અરજી કરી હોવાથી અંતે ફરિયાદ નોંધાવી હતી.
શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આદિત્ય હાઈટ્સમાં રહેતા અને પીએચડીનો અભ્યાસ કરતા સીમાબેન વિનોદભાઈ જોશી નામના વિપ્ર મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સોમનાથ સોસાયટીમાં રહેતા પતિ નીરવ મહેતા, સસરા મહેશચંદ્ર, સાસુ જયશ્રીબેન, દિયર પન્કીલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન 9 વર્ષ પૂર્વે થયા હતા થોડો સમય સારી રીતે રાખ્યા બાદ ઘરકામ જેવી નાની નાની બાબતોમાં ઝઘડો કરી પહેરેલ કપડે કાઢી મુક્તા માવતરે જતી રહી અને નોટિસ મોકલતા સમાધાન કરી તેડી ગયા હતા બાદમાં અવાર નવાર કરિયાવર મુદ્દે મેણાંટોણાં મારી ત્રાસ ગુજારતા અને અનેક વાર માવતરે જતી રહેતી અને તેડી જતા અંતે પતિ-પત્ની જુદા રહેવા ગયા તો પણ સાસુ ફોન કરીને તું કરિયાવર ઓછી લાવી છો કાર લઇ આવ તેમ કહેતા મારા પિતાએ કાર લઇ દેતા સારી રીતે વાતચીત કરતા હતા જુદા રહેતા ત્યાં પતિ ઘરખર્ચ, અભ્યાસ કે દવા માટે એક રૂપિયો આપતો ન હતો તે તમામ પૈસા પણ મારા પતિએ જ આપતા હતા તારીખ 12 સાસપ્ટેમ્બર 2015ના રોજ પતિ પણ મને મૂકીને જતો રહ્યો છે અને ભાડાનું મકાન ખાલી કરવા મકાનમાલીકને કહી અરજી કરાવતા અંતે આ તમામ સામે ફરિયાદ નોંધાવી હતી કોર્ટમાં ભરણપોષણનો કેશ પણ ચાલી રહ્યો છે આ અંગે પીએસઆઇ ટી ડી ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે.