વૃધ્ધને રિક્ષામાં બેસાડી 1.20 લાખ સેરવી લીધાMay 17, 2019

  • વૃધ્ધને રિક્ષામાં બેસાડી 1.20 લાખ સેરવી લીધા

રાજકોટ તા.17
રાજકોટમાં રિક્ષામાં મુસાફરનો સ્વાંગ રચી મુસાફરોને શીશામાં ઉતારી લૂંટી લેતી ગેંગ ફરી સક્રિય થઇ છે એજી ચોકથી પુષ્કરધામ સુધીના રસ્તામાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી 45 હજાર રોકડા અને 80 હજારનો ચેક સેરવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહીત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
શહેરના પુષ્કરધામ મેઈન રોડ ઉપર ઘનશ્યામનગરમાં રહેતા અને નિકાવામાં રાશનની દુકાન ધરાવતા નવીનચંદ્ર ભાઇચંદ્ર મહેતા નામના 63 વર્ષીય વિપ્ર વૃધ્ધે બે મહિલા સહીત ચાર અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગત બપોરે નિકાવાથી રાજકોટ આવ્યા હતા અને એજી ચોકમાં ઉતર્યા હતા તેમના ભાઈની દુકાન નિકાવામાં વેચાણી હોય તેની સુથીના 45000 રૂપિયા રોકડા અને 80 હજારનો એકાઉન્ટ પે નો ચેક ખિસ્સામાં હતો ઘરે મહેમાન આવ્યા હોય અને એજી ચોકથી તેમનું ઘર માત્ર 4 મિનિટના અંતરે આવેલું હોય તેઓ ચાલવા લાગતા એક રિક્ષાચાલક આવ્યો હતો અને મામા બેસી જાવ તેવું કહેતા પોતે તેને ઓળખતા નથી તેમ કહેતા છતાં પરાણે કહેતા તેઓ આગળ બેસી ગયા હતા થોડી આગળ જતા હવા ઓછી હોવાથી તમે પાછળ બેસી જાવ તેવું કહેતા પાછળ બે મહિલા અને એક પુરુષ વચ્ચે બેસાડ્યા હતા ત્યાંથી થોડે આગળ ઘર આવતા જ પોતે ઉતરી ગયા હતા અને રીક્ષા થોડી આગળ ચાલતા જ ચેક ખીસામાં જોતા 45 હજાર રોકડા અને ચેક બંને ગાયબ હતા પોતે કઈ બોલે તે પૂર્વે જ રીક્ષા નીકળી ગઈ હતી આ અંગે બે મહિલા સહીત ચાર શખ્સો સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ વિવેક કુછડીયા સહિતના સ્ટાફે રીક્ષા ગેંગને ઝડપી પાડવા સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.