રાજકોટ સહિત રાજ્યભરના કલેક્ટરોને મતગણતરીની અપાઇ ખાસ તાલીમMay 17, 2019

રાજકોટ તા. 17
લોકસભા ચૂંટણીની મતગણતરી માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નવી બનાવવામાં આવેલ સુવિધા સોફટવેર તેમજ મત ગણતરીમાં કોઇ ચૂક ન થાય તે માટે રાજકોટ સહિત રાજયભરના કલેકટર, ડે. કલેકટરની આજે ગાંધીનગરમાં મેગા તમામ આપવામાં આવી હતી.
લોકસભા 2019ની મતગણતરીને લઈને આજે મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્ક્ષતામાં મેગા તાલીમ પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ આરઓ અને એઆરઓ અધિકારીઓને વીવીપેટને લઈને તાલીમ અને વીવીપેટથી મતગણતરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવેલ.
લોકસભાની ચૂંટણીને લઈને વીવીપેટ તાલીમ માટે ગુજરાતના અધિકારીઓને ચેન્નાઈ તાલીમ માટે મોકલ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઈને આગામી 23 તારીખે યોજાનારી મતગણતરીને લઇને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લેવામાં આવેલા વીવીપેટ મશીનની તાલીમને લઇને આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તમામ આરઓ અને એઆરઓ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આ બેઠકમાં વીવીપેટ મશીનમાં મતગણતરીને લઇને માર્ગદર્શન આપવામાં આવશે ધોળકા વિધાનસભા મત ગણતરી વખતે થયેલી અધિકારીઓની ભૂલો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.