માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઈ જતા યુવતીનું મોતMay 17, 2019

  • માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઈ જતા યુવતીનું મોત

રાજકોટ તા,17
શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડી નજીક માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઈ જતા અજાણી યુવતીનું મોત નીપજ્યું છે. યુવતીએ આપઘાત કર્યો કે અકસ્માતે ટ્રેન હડફેટે ચડી ગઈ તે અંગે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે ગઈકાલે સાંજેએક યુવતી (ઉ.આશરે 20થી 25) જલબપુલ સોમનાથ ટ્રેન હેઠળ આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવતીએ ડાબા હાથમાં ધાતુની વીટી અને બંગળી પહેરી છે તથા કાંડા પર કાળા પટ્ટાવાળી ઘડિયાળ અને બ્રેસલેટ પહેયું છે. આ સિવાય કોઈ ઓળખ થાય તેવી વસ્તુ મળી નથી.
આ અંગે પોલીસે મૃતક યુવતીની ઓળખ મેળવવા અને આપઘાત કર્યો કે અકસ્માતે ટ્રેનની હડફેટે ચડી ગઈ ? તે અંગે તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ મળી જવા છતાં વિગત આપવામાં પોલીસનો નનૈયો માલધારી ફાટક પાસે અજાણી યુવતી ટ્રેન હેઠળ કપાઈ જતા તેનું મોત નીપજ્યું હતું.
જે બનાવમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને આજે તે યુવતીની ઓળખ મળી ગઈ હોવા છતાં આજીડેમ પોલીસ મથકના તપાસનીશ સી.એસ. પટેલ માહિતી આપવાનો નનૈયો ભણી દીધો હતો.