દેવનગર સૂચિત સોસાયટી ખાલી કરાવવા ધાક ધમકી, રહેવાસીઓના કલેકટરમાં ધામાMay 17, 2019

  • દેવનગર સૂચિત સોસાયટી ખાલી કરાવવા ધાક ધમકી, રહેવાસીઓના કલેકટરમાં ધામા

રાજકોટ તા. 17
નાનામવા રોડ ઉપર આવેલ દેવનગર સુચિત સોસાયટી ખાલી કરાવવા માટે ધાક ધમકી આપવામાં આવતા આજે 172 પરિવારનો કાફલો કલેકટર કચેરીએ દોડી આવી તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગણી કલેકટરને કરવામાં આવી હતી જો તાકિદે કાર્યવાહી નહીં કરવામાં અવો તો આંદોલન કરવાની ચિમકી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
દેવનગર સુચિત સોસાયટી નાનામવા મેઇન રોડ હોન્ડા શો રૂમની સામે આવેલ છે. આ સોસાયટી 408/ પૈકીની સર્વે નંબરમાં આવેલ છે. તેમાં 172 પ્લોટ હોલ્ડરોનાં મકાન આવેલ છે. પરસાણા પરિવારો દ્વારા આ જમીન પ્લોટ પાડીનકશો બનાવી પોતે વેચાણ આપેલ છે. તેને પણ 30 થી 35 વર્ષ થયા છે. જેના આધારો પ્લોટ વેચાણ અંગે, સાદા કાગળ ઉપર લખાણ કરી સહી કરી આપેલ છે અને દેવશીભાઇ વશરામભાઇ પરસાણાના વારસદારો નરેન્દ્ર છગનભાઇ પટેલ, બાલકૃષ્ણ છગનભાઇ પટેલ અમોને માનસિક ત્રાસ આપે છે.
30 થી 35 વર્ષ થી લોકો વસવાટ કરે છે રહેણાંક અંગે વ્યક્તિગત લાઇટ બીલ તથા મકાનવેરો ભરાય છે આમ છતાં આટલા 30 થી 35 વર્ષ બાદ તેઓ પરસાણા પરિવારના નરેન્દ્રભાઇ તથા બાલ કૃષ્ણભાઇ અમારા ઉપર કોર્ટ કેશ કરી હેરાન પરેશાન કરી રહ્યાં છે. અમોને ગુંડાઓ, માથાભારે ભુમાફિયા ગણી કલેકટર અરજી કરેલ છે કે મારી જમીન આ લોકોએ પચાવી પાડી છે. એવું જણાવે છે જો અમો માથા ભારે હોય તો તેઓનો 500 યો.વા.નો પ્લોટ રોડની સાઇડ ખાલી પડયો છે. તે પ્લોટ પચાવી ન પાડત? અમો સાચા છીએ અમોને ખોટરા પાડવા ખોટી રજુઆતો કરે છે. ખરેખર તો આ જમીન ટોચ મર્યાદા હેઠળ ગયેલ છે. તેમ છતાં પરસાણા પરિવારોએ આ જમીન ઘરમેળે વેહચણી કરી લોકોને સાદા કાગળ ઉપર સહી કરી વેચાણ કરી આપેલ છે. આ જોતા આ પરિવારોએ સરકારને પણ અંધારામાં રાખી આ જમીનના પૈસા લઇ વેચાણ કરી આપેલ છે. લોકોને પણ છેતરેલ છે. આ ઉપરથી સાબિત થાય છે કે આ પરસાણા પરિવાર તદન ખોટી રજુઆત કરી પોતાનો બચાવ કરવા માંગે છે. પ્લોટ પાડી નકશો બનાવી વેચાણ કરી આપેલ છે તો હવે આ જમીનની માલિકી કયાં રહી જમીનની માલિકી દશાવતો હોય તો હાલ 500 યો.વા. માં કોર્પોરેશનનું છ માળનું બીલ્ડિંગ બને છે તો તે કેમ ન અટકાવ્યું. આ માટેે સરકારી તંત્ર સ્થળ ઉપર આવી તપાસ કરી સોસાયટના સભ્યોને વ્યક્તિ ગત પુછપરછ કરી. કાગળો તપાસી ન્યાય આપવા લતાવાસીઓની માંગણી છે. બીજુ સરકારના ઠરાવ પરિપત્ર જાહેરનામાં ના આધારે સુચિત સોસાયટીઓનાં રહેણાંક મકાન કાયદેસર કરવા મળેલ સુચના મુજબ અને એ નિયત નમુનામાં અરજી કરી મામલતદાર (દક્ષિણ) તે આધાર પુરાવા સાથે અરજી કરેલ છે. તેમના તરફથી પ્લોટ મોજણી પણ થયેલ છે. તેના રૂા. 300/- મોજણી ફી પણ સરકારના હેડે ભરવા હુકમ મળતાં આ રકમ પણ ભરી આપેલ છે.