મારામારી અને તોડફોડના ગુનામાં પકડાયેલ ઈસમ પાસા તળે વડોદરા જેલમાં ધકેલાયોMay 17, 2019

  • મારામારી અને તોડફોડના ગુનામાં પકડાયેલ ઈસમ પાસા તળે વડોદરા જેલમાં ધકેલાયો


રાજકોટ તા,17
રાજકોટના ભીસ્તીવાડમાં રહેતા કુખ્યાત હકુભા ખિયાણી અને તેના પુત્રોએ આ જ વિસ્તારમાં રહેતા ઇમરાન મેણુંના ઘર ઉપર હુમલો કરી આતંક મચાવ્યો હતો આ ગુનામાં પકડાયેલ એઝાઝ ઉર્ફે એંજલો અકબરભાઈ ઉર્ફે હકુભા ખિયાણીને પ્રનગર પોલીસે દબોચી લીધો છે આ શખ્સ અગાઉ પણ તોડફોડના અને મારામારીના ગુનામાં સંડોવાયેલ હોય પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા ડીસીપી જાડેજા, એસીપી દિયોરા, પ્રનગર પીઆઇ બી એમ કાતરીયા, પીએસઆઇ સીસોદીયા, સંજયભાઈ દવે, અરવિંદભાઈ, અશોકભાઈ, કલ્પેશસિંહ, વીરભદ્રસિંહ, જયદીપભાઈ, પ્રદીપસિંહ, શક્તિસિંહ, હેમેન્દ્રભાઈ અને મનજીભાઇ સહિતના સ્ટાફે એઝાઝની ધરપકડ કરી વડોદરા જેલમાં ધકેલી દીધો છે.