રાજકોટ ડેરીમાં ફૂડ વિભાગ ત્રાટક્યું: દૂધના સેમ્પલ લેવાયાMay 17, 2019

  •  રાજકોટ ડેરીમાં ફૂડ વિભાગ ત્રાટક્યું: દૂધના સેમ્પલ લેવાયા

રાજકોટ તા,17
ઉનાળાની શરુઆત થઈ ચુકી છે ત્યારે લોકો દ્વારા ઠંડા પીણાઓ અને આઈસ્ક્રીમ તેમજ દૂધની બનાવટો સહિતની આઈટમોનો વપરાશ વધ્યો છે પરંતુ ફુડ વિભાગ દ્વારા અડધો ઉનાળો પુરો થવા આવ્યો છતાં ચેકિંગ કામગીરી નથી થઈ ત્યારે અચાનક ઉંઘમાંથી જાગ્યા હોય તેમ આજરોજ ફુડ વિભાગ દ્વારા 14 સ્થળેથી આઈસ્ક્રીમ, મલાઈ, દૂધ સહિતના સેમ્પલો લઈ કામગીરીનો સંતોષ માન્યો હતો અને 77 અન્ય ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી 29 ધંધાર્થીઓને નોટિસ ફટકારી હતી. જ્યારે ફરી એક વખત લોકોની વિશ્ર્વાસુ ડેરીમાં ફુડ વિભાગે સેમ્પલ લઈ શંકાસ્પદ કામગીરી કરતા ફરી એક વખત ચર્ચા જાગી છે.
ફુડ વિભાગ દ્વારા આજરોજ દૂધની બનાવટો તેમજ આઈસ્ક્રમના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી જલારામ ગોલા એન્ડ ફાસ્ટફુટ, સ્વામીનારાયણ ચોકને ત્યાથી સ્ટ્રોબેરી ફલેવર સીરપ, પાટીદાર ગોલાવાલા, યુનિ. રોડને ત્યાથી રાતરાણી ફલેવર સીરપ, વીરભગતસિંહ શોપિંગ સેન્ટરમાંથી મલાઈ, સત્યવિજય પટેલ આઈસ્ક્રીમમાંથી બદામપીસ્તા આઈસ્ક્રીમ, રાજદીપ આઈસ્ક્રીમ રેસકોષને ત્યાંથી રોસ્ટેડ આલમન્ડ આઈસ્ક્રીમ, પટેલ આઈસ્ક્રીમ રેસકોર્ષ કાજુદ્રાક્ષ આઈસ્ક્રીમ, રાજકોટ ડીસ્ટ્રીક કો. ઓપરેટીવ મીલ્કમાંથી અમુલ તાજા પેસ્ચયરાઈઝ મિલ્ક અમુલ શક્તિ મિલ્ક અને અમુલ ગોલ્ડ તેમજ અમુલ ગોલ્ડ સ્પેશ્યલ મિલ્કના સેમ્પલ લેવામાં
આવ્યા હતા તેવી જ રીતે વૃંદાવન
ડેરી ફાર્મ, સહકાર મેઈન રોડમાંથી
અમૂલ શક્તિ અને અમૂલ ગાયના દૂધના સેમ્પલ તેમજ ગોકુલ ડેરી સ્વામીનારાયણ ચોક માંથી અમુલ ગોલ્ડ અને અમુલ તાજાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ફુડ વિભાગ દ્વારા આજરોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેકડી રાખી વ્યવસાય કરતા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરી 28 કિ.ગ્રા. અખાદ્ય માવાનો નાશ કરી અનહાઈઝેનીક તેમજ સ્વચ્છતા અંતર્ગત 29 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી.