રેસકોર્સમાં ફરવા આવતા લોકોને કનડગત કરતા બે રોમિયોની ધરપકડ May 17, 2019

  • રેસકોર્સમાં ફરવા આવતા લોકોને  કનડગત કરતા બે રોમિયોની ધરપકડ


રાજકોટ તા.17
શહેરના હાર્દસમા રેસકોર્સ બગીચામાં વેકેશન નિમિતે લોકોની ભારે ભીડ જામતી હોપ્ય છે ત્યારે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી જાડેજા, એસીપી દિયોરાની સૂચનાથી પ્રનગર પીઆઇ બી એમ કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઓ પી સીસોદીયા, કે ડી પટેલ, અરવિંદભાઈ મકવાણા, જીતૂબેન ભૂંડિયા, મહેશભાઈ, રામજીભાઈ સહિતનો સ્ટાફ રેસકોર્સમાં પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન અહીં એકલ દોકલ નીકળતા યુવક યુવતીઓને બે શખ્સો ખોટી રીતે હેરાન કરતા હોય બંનેને સકંજામાં લઇ નામઠામ પૂછતાં મવડીની આકાશદીપ સોસાયટીમાં રહેતો ઉમેશ રણછોડભાઈ કોઠીયા અને પ્રણામી પાર્કનો ચંદ્રેશ રમેશભાઈ ભંડેરી હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી લોકઅપની હવા ખવડાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.