US સાથેના ટ્રેડ-વોરમાં ભારત ‘ખામૌશ’ કેમ છે ?May 17, 2019

નવી દિલ્હી તા.17
ભારતે ગત વર્ષે 20 જૂને કહ્યું હતું કે તે અમેરિકાથી આયાત કરવામાં આવતા 29 ઉત્પાદનો પર ફી વધારશે. કારણકે અમેરિકાએ 9 માર્ચ, 2018એ ભારતથી ત્યાં આયાત થનારુ સ્ટીલ અને એલ્યુમીનિયમ પર ટેરિફ વધારી દીધી હતી.પરંતુ ભારતે બદલાની કાર્યવાહીમાં ટેરિફ વધારવાનો નિર્ણય આ અઠવાડિયે નવમી વખત ટાળી દીધો.
એક તરફ અમેરિકાના અન્ય મોટા મર્કન્ટાઇલ ભાગીદારોએ તરત બદલો લેતા ટેરિફ વધારવાની જાહેરાત કરી. બીજી તરફ ભારત એવું કરી રહ્યું નથી. તેનું મોટું કારણ છે કે આ મુદ્દા પર ભારત અને અમેરિકાની વચ્ચે નવી રીતે સમજૂતીની વાતચીત ચાલી રહી છે. એવામાં ટ્રેન્ડ વોર પર બન્ને દેશોની વચ્ચે સમતિની સંભાવના હાલ પણ દેખાઇ રહી છે.
ભારતે પહેલી વખત ટેરિપ વધારવાનો નિર્ણય 4 ઓગસ્ટ 2018ની ઘોષિત તિથિને 45 દિવસ સુધી ટાળી 18 સપ્ટેમ્બર કરી હતી. તે દિવસોમાં ભારતને અમેરિકાથી ઉચ્ચ ટેકનિર વાળા રક્ષા ઉપકરણ ઓછા ભાવે મળ્યા હતા. આ કારણે 18 સપ્ટેમ્બર 2018ની તારીખ વધારીને 2 નવેમ્બર 2018 કરી દેવામાં આવી. ત્યારે બન્ને દેશોની વચ્ચે વાટાઘાટા ચાલી રહી હતી અને અમેરિકાએ ભારતની સાથે સુરક્ષિત સૈન્ય સંચારની સમજૂતી કરી હતી.
ભારતે ટેરિફ વધારવાનો નિર્ણય ત્રીજી વખત 45 દિવસ માટે ટાળી દીધો અને નવી તારીખ 17 ડિસેમ્બર 2018 થઇ. ત્યારે કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારને લાગે છે કે સાર્વજનિક હિતમાં આવું કરવું જરૂરી છે.
તે બાદ ચોથી વખત સમય-સીમા વધારીને 31 જાન્યુઆરી, 2019 કરવામાં આવી. તે બાદ યુએસ-ઇન્ડિયા કમર્શલ ડાયલોગ અને યૂએસ-ઇન્ડિયા સીઇઓ ફોરમમાં સામેલ થવા માટે ફેબ્રુઆરીમાં અમેરિકા વાણિજ્ય મંત્રી વિલ્બર રોએ ભારતની મુલાકાત લીધી ત્યારે અમેરિકા-ચીનની વચ્ચે પણ 90 દિવસ માટે વેપાર યુદ્ધ પર આ આશાથી વિરામ લાગ્યો હતો કે બન્ને દેશ બેસીને વધતા મર્કન્ટાઇલ વિવાદનો ઉકેલ નીકળશે.
સરકારે મંગળવારે કહ્યું કે અમેરિકાને જવાબ આપવાની તારીખ ફરીથી આગળ વધારવામાં આવી છે. આ વખતે નવી તારીક એક મહીના બાદ એટલે કે 16 જૂન 2019 રાખવામાં આવી છે. ધ્યાન રહે કે અમેરિકાએ 60 દિવસોની નોટિસ આપી હતી. જે 2 મેં ખતમ થઇ ગઇ. જોકે, તેને અત્યાર સુધી ભારતીય નિકાસથી જીપીએસ બેનિફિટ્સ પરત લીધા નથી.