બિઝનેસમાં સફળ થવા માટે પરિવર્તન અપનાવવા જોઈએ - હસીત માંકડMay 17, 2019

રાજકોટ તા,17
કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી ‘ફયુચર ઓફ ડિજિટલ માર્કેટીંગ 2020’ વિષયે ટેક ગ્લોબલ નેટવર્ક એન્ડ ધ્રુવ નેટસોલ પ્રા.લી. વડોદરાના ફાઉન્ડર એન્ડ સીઈઓ હસીત માંકડના વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના અધ્યક્ષસ્થાને શનિવાર તા.18મેના સાંજે 5:30 કલાકે કેએસપીસીના બાન હોલ, 6 રજપૂતપરા, ચેતના ડાઈનીંગ હોલની સામે કરવામાં આવેલુ છે.
કાર્યક્રમના મુખ્ય વકતા હસીત માંકડે જણાવેલ હતું કે આજના ઈન્ટરનેટના યુગમાં બિઝનેસમાં સતત પરિવર્તનો આવતા રહે છે અને જો બિઝનેસમાં આપણે આ પરિવર્તનોને અપનાવીશુ નહીં તો સફળતા મેળવવી અશકય છે. આજનું માર્કેટ ડીજિટલાઈઝેશનનું માર્કેટ છે. સતત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણા બિઝનેસમાં કઈ રીતે આગળ વધી શકાય તે અંગેના મુદ્દાઓ પર આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવશે.
કાર્યક્રમના રજીસ્ટ્રેશન માટે ફોન નં.0281-2226935 ઉપર સંપર્ક કરવા કાઉન્સીલની યાદીમાં જણાવવામાં આવેલુ છે.