કરણસિંહજી હાઇસ્કુલમાં ધો. 9 થી 12માં નિ:શુલ્ક પ્રવેશMay 17, 2019

  • કરણસિંહજી હાઇસ્કુલમાં ધો. 9 થી 12માં નિ:શુલ્ક પ્રવેશ

રાજકોટ તા. 17
રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઇસ્કુલમાં ધો. 11 આર્ટ્સ, કોર્મસ, સાયન્સ વિભાગમાં એક પણ રૂપિયો ફી વગર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સાચા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ બની રહી છે. કરણસિંહજી હાસ્કુલ, સરકારી શાળાઓમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી શાળા છે. વિનામુલ્યે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થી પહેલ યોજના, એસ.એમ.ડી. ગ્રાંટ અને સ્ટાફ તરફથી વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્કુલબેગ, સ્કુલ યુનિફોર્મ, કોમ્પ્યુટર શિક્ષણ તદ્ન મફત આપવામાં આવે છે અને સરકાર તરફથી નિયમાનુસાર સ્કોલશીપ પણ આપવામાં આવે છે.
કરણસિંહજી હાઇસ્કુલમાં અતિ આધુનિક વાઇ-ફાઇ સ્માર્ટરૂપ, દરેક રૂમમાં સ્માર્ટ બોર્ડ, સી.સી.ટી.વી.થી સજ્જ શાળા બનાવવામાં આવી છે. આ આધુનિક બિલ્ડીંગમાં અદ્યતન લેબોરેટરી, વિશાળ મેદાનની સુવિધા ઉપલબ્ધ છે. આ શાળામાં એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ, ઇકો કલબની પ્રવૃતિના જ્ઞાન સાથે 42 પ્રકારની ઔષધીઓ સાથેનો બગીચો વિદ્યાર્થીઓને શિક્ષણ માટેનું ઉત્તમ વાતાવરણ પુરુ પાડે છે.
રાજકોટ જિલ્લામાં એક માત્ર વ્યવસાય લક્ષી અભ્યાસક્રમ હેલ્થ અને રીટેઇલનો કોર્ષ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નોલેજ કોર્નર અને કેરીયર કોર્નરનો લાભ વિદ્યાર્થીઓને વિનામુલ્યે આપવામાં આવે છે. ત્યારે વાલીઓના લાખો રૂપિયા ખંખેરી શિક્ષણના હાટડા બાંધીને બેઠેલી સંસ્થાઓમાંથી મુકિત મેળવવા કરણસિંહજી હાઇસ્કુલ આર્શિવાદ રૂપ બની છે.