ભારતમાં દર વર્ષે આશરે 50 હજાર લોકોના ડેન્ગ્યુથી મોતMay 17, 2019

રાજકોટ તા,17
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા. પંચાયત, રાજકોટ દ્રારા રાજકોટ જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રા-13, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-પ4 તેમજ અર્બન હેલ્થ. સેન્ટરો-9, સબસેન્ટારો-344 અને તેમના સેજાના ગામો-પ98 માં રાષ્ટ્રીય ડેંગ્યુ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવેલ. દર વર્ષે દુનિયામાં લગભગ 10 કરોડ લોકો ડેન્ગ્યુ અથવા ડેન્ગ્યુ તાવના શિકાર થાય છે. ભારતમાં દર વર્ષે ઘણાં લોકોના ડેન્ગ્યુના તાવથી મૃત્યુ પામે છે. આપણને રોજ સમાચાર પત્ર અથવા ટી.વી.ચેનલ પર ડેન્ગ્યુ તાવનો આતંક જોવા મળે છે. ડેન્ગ્યુ તાવ એક વાયરલ બીમારી છે. ડેન્ગ્યુ તાવ માદા એડીસ-ઈજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે, આ મચ્છરો દિવસે જ કરડે છે. ડેન્ગ્યુ તાવ હવા, પાણી, સાથે ખાવાથી કે અડવાથી ફેલાતો નથી.
એડીસ ઇજીપ્તી તદ્દન ઓછા પ્રમાણમાં પાણીનો જથ્થો ધરાવતા કોઇપણ પ્રકારના માનવસર્જિત ક્ધટેનરો કે સ્ટોરેજ ક્ધટેનરોમાં પ્રજનન કરે છે. એડીસ ઇજીપ્તીના ઇંડા પાણી વિના એક વર્ષ કરતા વધારે સમય જીવે છે.
કુલરો, પીપડા, બરણીઓ, માટલાં, ડોલો, ફુલદાનીઓ, વનસ્પતિના કુંડા, ટાંકીઓ, કુંડીઓ, બાટલીઓ, ડબ્બા, જુના ટાયરો, છાપરાની નીકો, ફ્રિજની ડ્રિપ પેન્સસ સીમેન્ટના બ્લોક્સ, સ્મશાનના કુંડો, વાંસ, નાળિયેરની છાલો, વૃક્ષોના કાણાં અને બીજા અસંખ્ય સ્થળો, જ્યાં વરસાદી પાણી એકઠું થાય છે અથવા સંગ્રહિત થાય છે.
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ. દ્રારા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા સાહેબના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લાજ આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતિરા અને જિલ્લા મેલેરીયા અધિકારી જી.પી.ઉપાધ્યારય તથા આરોગ્ય વિભાગની ટીમએ ડેન્ગ્યુુ તાવ વિશે ઉપર મુજબ લાભાર્થીઓ તથા લોકોને ડેન્ગ્યુુ અંગેની જનજાગૃતિ આપી ઉજવણી કરવામાં આવેલ છે.
ડેન્ગ્યુુ શું છે?
ડેન્ગ્યુ એ એક વિષાણુ-જન્ય રોગ છે.
એડીસ ઇજીપ્તી મચ્છરના ચેપી દંશથી તેનું વહન થાય છે.
ચેપી મચ્છર દ્વારા દંશના 5-6 દિવસ પછી મનુષ્યને આ રોગ થાય છે.
તે બે સ્વરૂપમાં થાય છે: ડેન્ગ્યુ તાવ અને ડેન્ગ્યુુ હેમરેજિક તાવ (ડીએચએફ)
ડેન્ગ્યુ તાવ તીવ્ર, ફ્લુ જેવી બીમારી છે.
ડેન્ગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ) વધુ તીવ્ર પ્રકારનો રોગ છે, જેનાથી મૃત્યુ થઈ શકે.
ડેન્ગ્યુ તાવ કે ડીએચએફ હોવાની જેમને શંકા હોય તેમણે એકવાર ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ.
ડેન્ગ્યુ તાવના ચિહ્નો અને લક્ષણો
સખત તાવ અચાનક ચડે
માથાના આગળના ભાગમાં તીવ્ર દુખાવો
આંખ પાછળનો દુખાવો, જે આંખની ગતિવિધિ સાથે વણસે
સ્નાયુ અને સાંધાનો દુખાવો
સ્વાદ અને ભૂખની સંવેદના મરી જાય છાતી અને હાથમાં ઓરી જેવી ફોડકીઓ ઉબકા અને ઉલ્ટી
શું કરવું, શું ના કરવું
કુલરો તથા નાના ક્ધટેનરોમાં સપ્તાહમાં ઓછામાં ઓછુ એકવાર પાણી બદલો.
દિવસે મચ્છરોના દંશથી બચવા એરોસોલનો ઉપયોગ કરો.
હાથ-પગ બહાર રહે તેવા કપડાં ના પહેરો.
બાળકોને પણ તેમના હાથ-પગ ઢંકાય તેવા કપડાં પહેરાવો
દિવસે સૂતી વખતે મચ્છરદાની અથવા મોસ્કીટો રીપેલન્ટ વાપરો. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે મનપા દ્વારા વર્કશોપ અને માછલી વિતરણ કરાયું રાજકોટ તા,17
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16મે ‘રાષ્ટ્રીયડેન્ગ્યુ દિવસ’ નિમિતે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ. જેમાં રાજકોટના શહેરીજનોને ડેન્ગ્યુ રોગ, અટકાયતી અંગેના ઉપાયો તથા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ઉત્પતિ અટકાયતી પગલા વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઈઝ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ છે.
ગાંઘીગ્રામશેરી નં 1 થી 4-વોર્ડ નં. 1, વૈશાલીનગર મફતીયું-વોર્ડ નં. 8, શિવ5રા 1થી 4-વોર્ડ નં. 9, વામ્બે આવાસ યોજના -વોર્ડ નં. 10, ન્યુ રાજદિ5 સોસાયટી -વોર્ડ નં. 11, સરસ્વતી નગરશેરી નં. 1થી 8-વોર્ડ નં. 12, ઇસ્કોન મોલ, 150 ફુટરીંગ રોડ -વોર્ડ નં. 8, કિસ્ટ્રલમોલ, કાલાવડરોડ -વોર્ડ નં. 10, સ્વામિનારાયણ મંદિર, કાલાવડરોડ-વોર્ડ નં.8 , ગોલ્ડનસુ5ર માર્કેટ, સાઘુવાસવાણીરોડ -વોર્ડ નં. 9,રાજપુત છાત્રાલય, 40ફુટ રોડ -વોર્ડ નં. 11 અમરજીત નગર-વોર્ડ નં. 2, સંતોષીનગર મફતીયું-વોર્ડ નં. 3, વિજય પ્લોટ-વોર્ડ નં. 7, ડિમાર્ટપાસે ગોંડલરોડ -વોર્ડ નં. 13, આનંદ નગર કવાટર્સ-વોર્ડ નં. 14, બાબરીયા કોલોની -વોર્ડ નં. 17, ડિમાર્ટપાસે કુવાડવારોડ -વોર્ડ નં. 4, મંછાનગર મફતિયું-વોર્ડ નં. 5, દેવકી નંદન શેરી નં. 6 અને 7-વોર્ડ નં. 6, ભારત નગરમે. રોડ, આજીડેમ-વોર્ડ નં. 15, એકતા કોલોની - મુરલીઘર ચોક -વોર્ડ નં. 16, જયનગર મફતીયું-વોર્ડ નં. 18 માં જાહેર પ્રદર્શન તથા પોરાભક્ષક માછલી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં લાભાર્થીને મચ્છર, મચ્છરના પોરાના જીવંત નિદર્શન, 5ત્રીકા, બેનર અને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુઅને ડેન્ગ્યુ રોગ અટકાયતી 5ગલાં વિશે માહિતીગાર કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અંદાજીત 6360 લાભાર્થીઓને ડેન્ગ્યુરોગ વિષયક માહિતી આ5વામાં આવેલ તથા રાજકોટ મહાનગરપાલિકાની તમામ એલઈડી સ્ક્રીન5ર જાહેરાત પ્રદશિત કરવામાં આવેલ.
ડેન્ગ્યુરોગ વિશે માહિતી મળી રહે તે પ્રશાંત ઇન્ડસ્ટ્રીઝ- મવડીમેઇન રોડ, આનંદ બંગલા ચોકની બાજુમાં તથા ભવાની ઇન્ડસ્ટ્રીઝ- ભાવનગર રોડ ખાતે પાવરપોંઇન્ટપ્રેઝનટેશનનામાઘ્યમથીઆરોગ્ય શિક્ષણ આ5વામાં આવેલ.
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી માટે માન. કમિશનર સાહેબ બંછાનિઘીપાની તથા માન. નાયબ કમિશનર સી. બી. ગણાત્રાની સુચના અન્વયે આરોગ્ય અઘિકારી ડો. પી. પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ડો. હિરેન વિસાણી, બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડ તથા ઇચા. મેલેરિયા ઇન્સ્પેકટર રૂ5લબેન સોલંકી, દિલી5દાન નાંઘુ, પિનાકીન 5રમાર તથા તમામ સુપિરીયર ફિલ્ડવર્કર અને ફિલ્ડવર્કરદ્વારા કામગીરી કરવામાં આવેલ.