શહેરના હૃદયસમા જાહેર માર્ગોની બિસ્માર હાલત, આજીનદીમાં ગાંડીવેલનું સામ્રાજ્યMay 17, 2019

  • શહેરના હૃદયસમા જાહેર માર્ગોની બિસ્માર હાલત, આજીનદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય

રાજકોટ તા,17
શહેરના હૃદયસમા જાહેર માર્ગોની બિસ્માર હાલત સુધારવા, આજી નદીમાં વ્યાપેલ ગાંડી વેલનું સામ્રાજ્ય દૂર કરી નદીનું શુધ્ધિકરણ કરવા, શહેરના ઈન્દ્રપ્રસ્થ તથા લક્ષ્મીનગર પાસેના રેલવે નાલામાં પેવિંગ બ્લોક ઉખડી જતા બેસી જતા પડેલા ખાડા-ખબડા અકસ્માત સર્જક બનવાનો ભય ઝળુંબી રહેલ હોય ત્વરીત મરામત કરવી જરૂરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ જવાબદાર ઈજનેરો, મ્યુનિ. કોર્પોરેશનની જે તે શાખાના અધિકારી, શાસક પક્ષના પદાધિકારીઓ તથા કમિટીના ચેરમેન વિગેરે દ્વારા પીજીવીસીએલ ટેલીફોન તંત્ર, ગેસ કંપનીના અધિકારીઓ સાથે તથા ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ લાઈન નાંખનાર કોન્ટ્રાકટર સાથે સુયોજીત સંકલન કરાયા વિના જાહેર માર્ગો આડેધડ વારંવાર ખોદીને ટેલીફોન કેબલ, ઈલેકટ્રીક કેબલ નાંખવાની, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ લાઈન નાખવાની કરાઈ રહેલ કામગીરીથી મુખ્યમંત્રી રૂપાણીનું હોમ સીટી ‘સ્માર્ટ સીટી’ને બદલે ‘ધુળિયુ નગર’ બની રહેલ છે. શહેરના જાહેર માર્ગોની હાલત અતિખરાબ બની હોય તે અંગે ત્વરીત ઘટતા પગલા લેવા જાગૃત નાગરીક મોહન સોજીત્રા, રાજુભાઈ કિયાડા, ઈશ્ર્વરદાસ કાયડી, મેઘજીભાઈ રાઠોડ, શશીકાંતભાઈ કંસારા, ચિરાગભાઈ મોલિયા, રાકેશભાઈ રોકડ, ગોવાભાઈ માલધારી, ભાણજીભાઈ દાફડા અને કલ્પેશભાઈ પીપળિયા દ્વારા રજૂઆત કરાઈ છે.