જેતપુરમાં તબીબની લાપરવાહીથી સગર્ભાના ગર્ભાશયમાં કાણું પડી ગયુંMay 17, 2019

જેતપુર તા.17
જેતપુરમાં ધોરાજી રોડ પર તાજેતરમાં જ મધરકેર નામની હોસ્પીટલ રશીયા મેડીકલનો અભ્યાસ કરીને આવેલા ડો. ઋત્વીક સરવૈયા એ શ- કરી છે. તેમાં ડો.ની અણઆવડતને કારણે એક દેવીપુજક મહિલાનો જાન જોખમમાં મુકાતા ડો. ઋત્વીક સરવૈયા સામે સીટી પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે જેતપુરના ગુજરાતીની વાડી પાછળ રહેતા ચંદુભાઈ ચુડાસમાની પત્ની કાજલને ગત તા.2-2-19ના રોજ આ મધરકેર હોસ્પિટલ હોસ્પિટલમાં પ્રસુતી કરવામાં આવી હતી. પ્રસુતીને સવા માસ થઈ ગયો હોવા છતાં બ્લીડીંગ ચાલુ રહેતા કાજલબેનને મધરકેર હોસ્પિટલમાં ચકઅપ માટે તેના પરિવારજનો લઈ ગયા હતા. ડો. ઋત્વીકે સોનોગ્રાફી કરવાનું કહેલ અને સોનોગ્રાફી કરાવ્યા બાદ ગર્ભાશયમાં બગાડ રહી ગયો છે. તેથી ઓપરેશન કરવું પડશે. તેમ કહી કાજલને ઓપરેશન થીએટરમાં લઈ ગયા. જયં ડો. ઋત્વીકની અણઆવડતના કારણે ગર્ભાશયમાં કાણુ પડી ગયું અને આંતરડા પણ બહાર નીકળી જતા કાજલબેન જોરશોરથી રાડો પાડવા લાગતાં તેના પરિવારજનો એ પરાણે ઓપરેશન થીએટરમાં ધુસી ગયા અને જોયું તો કાજલબેનના આંતરડા ટેબલ પર બહાર નીકળી ગયા હતા. અને નીચે લોહી વહેતું હતું ડો. પણ ગભરાઈ ગયા હતા. અને તેણે કીધું કે કાજોલને તાત્કાલીક કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાવ આમાં હવે મારૂ કામ નથી. તેથી કાજલના પરિજનોએ ગાડી બાંધી લોહીનીંગળતી અને આંતરડુ બહાર હતુ તેવી હાલતમાં જૂનાગઢ સરકારી દવાખાને લઈ ગયા ત્યાંના ફરજ પરના ડોકટરે કીધુ કે કાજલબેનના આંતરડું ખરાબ થઈ ગયું છે. અને ગર્ભાશયમાં પણ કાણું પડી ગયું છે. તેથી આ બંને કાઢવા પડશે. કાજલના જીવનમરણનો સવાલ હોવાથી જૂનાગઢના તબીબોએ ઓપરેશન કરી ગર્ભાશય કાઢી નાખ્યું અને મળમુખ માટે આંતરડું શરીરની બહાર રાખી એક નળી બાંધી દીધી થોડા દિવસ પછી મળમુત્રની નળી લીક થઈ જતાં ફરીથી જૂનાગઢ લઈ ગયા ત્યાંથી રાજકોટ લઈ આવવા પડ્યા અને નવી નળી ફીટ કરી છ માસ સુધી કાજલને આરામ કરવાની સલાહ આપી.
જેતપુરના મધરકેર હોસ્પિટલના ડો. ઋત્વીક સરવૈયાની અણઆવડત કે બદરકારી ગમે તે હોય પણ એક મહિલાની જીંદગી બગડી ગઈ છે. કાજલબેનનું બાળક હજુ બે મહિનાનું માંડ થયું છે. અને હવે ડો.ની બેદરકારીને કારણે ગર્ભાશય કાઢીના ખવું પડેલ હોવાથી ભવિષ્યમાં માં પણ બની શકે તેમ નથી. તેથી આ મહિલાની તો જીંદગી બગડી ગઈ છે. અને હવે આંતરડું કપાઈ ગયું ંહોય જીંદગીભર મળ મુત્રની નળી સાથે જીવવું પડશું. આ બનાવ બન્યાં ત્યારે કાજલના પરિવારનો પોલીસમાં ફરીયાદ કરવા ગયા હતા. પણ પોલીસે ગમે તે કારણોસર ફરીયાદ લીધીન હતી અને રાજકોટથી તબીબોનો અભિપ્રાય આવે પછી ફરીયાદ લઈએ તવું ગાણું ગાયું હતું. અંતે આ બનાવની ગંભરીતા પોલીસને સમજાતા ગઈકાલે મધરકેર હોસ્પિટલના ડો. ઋત્વીક સરવૈયા વિરૂધ્ધ કલમ 338 મુજબ ગુનો દાખલ કરી ફરીયાદ નોંધવામાં આવી છે.
આ બનાવથી દેવીપૂજક સમાજના રોશની લાગણી ફેલાઈ છે અને એક આવેદનપત્ર જેતપુરના ડીવાયએસપીને પણ આપેલ હોવાનું જાણવા મળે છે.