મોરબીમાં સિંચાઈ કૌભાંડમાં નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર જામીન મુકતMay 17, 2019


રાજકોટ તા,17
મોરબીમાં નાની સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના કૌભાંડમાં ગેરરીતિ કરનાર નિવૃત અધિક મદદનીશ ઈજનેરની જામીન અરજી અદાલતે મંજુર કરી છે.
મોરબીમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત અલગ-અલગ જળ સંચયના સ્ત્રોતોના કામોમાં ખોટા નકશા, અંદાજો અને ખોટા બીલો બનાવી 46 કામોમાં ગેરરીતી આચરી રૂા.66.91 લાખની ઉચાયત આચર્ય અંગેની કાર્યપાલક ઈજનેર સતિષ પ્રેમબિહારી ઉપાધ્યાય દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા નિવૃત અધિક મદદનીશ ઈજનેર રામજીભાઈ કાનજીભાઈ વાદીની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આરોપીએ મોરબી કોર્ટમાં જમીન મુકત થવા અરજી કરી હતી. જે ચાલી જતા બન્ને પક્ષોની દલીલો સાંભળી મોરબી સેશન્સ જજ આર.એ.ઘોઘારીએ આરોપીની જમીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.
આ કામમાં આરોપીવતી એડવોકેટ લલીતસિંહ શાહી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચંદ્રકાંત દક્ષિણી, યોગેશ બારોટ, તેજશ પટેલ રોકાયા હતા.