રૂા. 24 લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટમાં 20 ટકા રકમ આરોપીને જમા કરાવવાની અરજી ફગાવાઇMay 17, 2019

  • રૂા. 24 લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટમાં 20 ટકા રકમ આરોપીને જમા કરાવવાની અરજી ફગાવાઇ

રાજકોટ તા. 17
મિત્રતાના દાવે ધંધાના વિકાસ માટે આપેલી રકમ પરત કરવા આવેલા રૂા. 24 લાખના ત્રણ ચેકો પરત કરાવના ગુનામાં ધી નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના ગુનામાં કાયદામાં આવેલા નવા સુધારા મુજબ આરોપીએ ચેકની રકમના 20 ટકા રકમ કોર્ટમાં જમા કરાવવી તે સુધારા મુજબ ફરીયાદીએ રૂા. 24 લાખના 20 ટકા રકમ આરોપીએ કોર્ટમાં જમા કરાવવાની અરજી કરી હતી જે અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદી સુભાષભાઇ મુળુભાઇ જલુ કે રાજકોટનાં હાથીખાના મેઇન રોડ પર રહે છે તેઓ એ રાજકોટના કોટડાસાંગાણી મુકામે રહેતા રાજેશભાઇ મયાભાઇ ચોરીયાને ધંધાના વીકાસ માટે હાથ ઉછીનાં રૂપિયા ચોવીસ લાખ પ્રોમીસરી નોટનાં આધારે ચેકની રકમ રૂા. 9,00,000/- નાં બે ચેક તથા રૂા. 6,00,000/-નો એક ચેક મળી કુલ રકમ રૂા. 24,00,000/- નાં ત્રણ જુદાં જુદા ચેક રીર્ટન થતા ચેક રીર્ટન નાં કુલ ત્રણ કેસ કોર્ટમાં કરેલા જેમાં ધી નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ - 138 ના ગુન્હામાં કાયદામાં આવેલ નવા સુધારા મુજબ આરોપીએ ચેકની રકમનાં 20 ટકા રકમ કોર્ટમાં જમા કરાવવી તે સુધારા મુજબ ફરીયાદી સુભાષભાઇ મુળુભાઇ જલુ એ કોટડાસાંગાણીનાં આરોપી રાજેશભાઇ મયાભાઇ ચોરીયા સામે ત્રણ કેસ દાખલ કરેલા જેની કુલ રકમ રૂા. 24,00,000/- નાં 20 ટકા રકમ આરોપી જમા કરાવે તેવી અરજી એડી.ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ જી.ડી.પડીયા સમક્ષ કરતા ફરીયાદીની અરજીની બન્ને પક્ષોની દલીલો સાંભળી અને 20 ટકા રકમ આરોપીએ જમા કરાવની અરજી રદ કરવાનો હુકમ ફરમાવેલો જેમાં આરોપી પક્ષે થયેલી દલીલોને ધ્યાને લઇ હુકમાં કોર્ટ જણાવેલું કે ફરીયાદ પક્ષે પોતાનો નાણાનો સ્ત્રોત રજુ કરેલ નથી, ફરીયાદી પાસે રૂા. 24,00,000/- હતા કે નહીં તે સાબીત કરવાનો બોજો તેમની ઉપર છે, ફરીયાદીએ ચોકકસ પુરાવાથી તેઓની પાસે મુદત તારીખે રૂા. 24,00,000/- હતા કે નહીં તે પ્રથમ સાબીત કરવું પડે. જેથી તે પુરાવાનો વિષય હોય આરોપીને બચાવ કરવા યોગ્ય તક મળી રહે માટે ફરીયાદીની અરજી નામંજુર કરવામાં આવેલ હોવાનો હુકમ ફરમાવેલો છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ રાજેશ બી. ચાવડા, કે.બી.ચાવડા, જયોતી શુકલ, જીજ્ઞેશ યાદવ, ધારા મકવાણા, સોના જીવરાજાની, સ્વાતી પટેલ, નયના મઢવી, હેમા સોલંકી રોકાયા હતાં.