2000 મુસાફરોને ઠંડી છાશનું વિતરણMay 17, 2019

રાજકોટ તા.17
જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એસ.ટી.બસ સ્ટેન્ડમાં અમૃતરૂપી છાશ તથા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ત્રીજા વર્ષના પાંચમાં બુધવારે રાજકોટ આકાશવાણી સ્ટાફ પરીવારના સહયોગથી યોજાયેલ 2000 કરતાં વધુ મુસાફરોએ ઠંડી છાસ તથા ઠંડા પાણીનો લાભ લીધેલ. સંસ્થાના ચેરમેન ઉમેશ મહેતા, વાઇસ ચેરમેન રસીકભાઇ ટાંક, વાઇસ મે. ટ્રસ્ટી નરેશભાઇ ટાંક, સુધાબેન, હરેશભાઇ લાખાણી, દીનેશભાઇ રાવલ વગેરેએ સેવા આપેલ હતી.