ગોંડલ રોડ પરના સ્કોડાના શો-રૂમમાં કાલે મહારકતદાન કેમ્પMay 17, 2019

ગોંડલ તા,17
રાજકોટના સિમાડે આવેલા સ્કોડાના શોરૂમ ખાતે તા.18 આવતીકાલે 36મો મહારકતદાન કેમ્પ યોજાશે. રીબડાના જગતસિંહ જાડેજા દ્વારા તેમના સ્વર્ગસ્થ વડીલ બંધુ રામદેવસિંહની સ્મૃતિમાં પ્રતી વર્ષ મહારકતદાન અભિયાન ચલાવાઈ રહ્યું છે. ગત રકતદાન શિબિરમાં 3580 બોટલ રકત એકત્રીત થવા પામ્યુ હતું.
એકત્રીત રકત અંદાજે 300 જેટલા થેલેસેમિયા પીડિત બાળકોને વિનામુલ્યે અપાય છે. ઉપરાંત કિડનીના દર્દીઓને પણ વિનામૂલ્યે સેવા અપાય છે. અત્યારસુધીમાં 35 જેટલી સફળ રકતદાન શિબિરનું આયોજન કરનાર રિબડાના પૂર્વ સરપંચ જગતસિંહ જાડેજા જણાવે છે કે સ્વર્ગસ્થ વડીલ બંધુની સ્મૃતિ કોઈની જીંદગી બની ચિરંજીવી બની રહે તે હેતુથી આ સેવાનો સંકલ્પ કર્યો છે. પૂણ્યતિથિ નિમિતે કોઈ ભભકા કરવાને બદલે માશુમ બાળકો તથા કિડનીના દર્દીઓને રકતનું એક બુંદ નવી જિંદગી બને તે લાગણીથી આ સેવાયજ્ઞ કરાઈ રહ્યો છે. રકતદાતાઓને નાસ્તા તથા ભોજન સહિત પ્રમાણપત્રો અને પુરસ્કારની સેવા પણ રકત શિબિરમાં પુરી પડાય છે. રાજકોટની બ્લડ બેંકો ઉપરાંત સિવિલ હોસ્પિટલનો સ્ટાફ રકતદાન શિબિરમાં સેવા આપનાર છે.