વૃધ્ધાશ્રમોને વીજબિલ અને પ્રોપર્ટી ટેકસમાંથી મુક્તિ આપવા માગણીMay 17, 2019

  • વૃધ્ધાશ્રમોને વીજબિલ અને પ્રોપર્ટી ટેકસમાંથી મુક્તિ આપવા માગણી

રાજકોટ તા,17
શહેરના સામાજીક અગ્રણી, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને અસંખ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશ દોશીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રાજયમાં સેવાના હેતુથી ચાલતા તમામ વૃધ્ધાશ્રમનોે વીજબીલમાંથી તેમજ પ્રોપર્ટી ટેકસમાંથી મુતિ આપવા રજૂઆત કરી છે. સમગ્ર ગુજરાત રાજયમા સેવાના ભાવથી નિ:શુલ્ક ચાલતા વૃધ્ધાશ્રમો કદાચ 60 થી 70 જેટલા છે. આપશ્રી સંવેદનશીલ સરકારના સંવેદનાશીલ મુખ્યમંત્રી છો. રાજકોટના પનોતા પુત્ર છો. આપ પણ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના નેજા હેઠળ અસંખ્ય સેવા પ્રવૃતિઓ કરો છો જેથી આપને સંસ્થાની સ્થિતિનો ખ્યાલ હોય જ.
ગુજરાત સરકારે ગુજરાતના હિતના પ્રજાલક્ષી ઘણા નિર્ણયો લીધા છે અને પ્રજાની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજયના તમામ વૃધ્ધાશ્રમો વતી અમારી લાગણી સાથ માંગણી છે કે વૃધ્ધાશ્રમોાને સ્મશાનની માફક વિજબીલમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપવામાં આવે અને વિધાનસભામાં વિધેયક પસાર થાય એ દિશામાં મદદરૂપ થવા અનુરોધ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાના તાત્કાલીન અધ્યક્ષ સ્વ. ધીરુભાઇ શાહના પ્રયત્નોથી રાજયના તમામ વૃધ્ધાશ્રમોને વીજ શુલ્કમાંથી મુક્તિ મળેલ પરંતુ કમનસીબે છેલ્લા ઘણા સમયથી આવું વિદ્યુત શુલ્ક મુક્તિ પણ વીજ કંપની દ્વારા બંધ કરવામાં આવી છે કયાં કારણોસર આ વિદ્યુત શુલ્ક બંધ કરવામાં આવ્યું છે એની તપાસ કરી જરૂરીસૂચના આપવામાં આવે છે.
ચેરીટીના ધોરણે ચાલતા વૃધ્ધાશ્રમોની સંખ્યા ખુબ જ મર્યાદિત હોય ગુજરાત સરકારને કોઇ મોટો વિશેષ આર્થિક બોજો સહન કરવો પડે તેમ નથી. તેમજ હાલની સરકાર પ્રજાલક્ષી નિર્ણયો લઇ પ્રજાના હિતોનુ રક્ષણ અને જતન કરવા તરફ વધુને વધુ ભાર મુક્તિ સરકાર છે ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી તરીકે આ દિશામા ત્વરીત કાર્યવાહી થાય. રાજયની સેવાના ધોરણે ચાલતી સસ્થાઓને પ્રોપર્ટી ટેકસમાંથી પણ મુક્તિ આપવી જોઇએ તેમજ ગ્રામ્ય લેવલે ચાલતી સંસ્થાઓને પણ પંચાયત વેરામાંથી મુક્તિ આપવી જોઇએ એવી રાજયના તમામ વૃધ્ધાશ્રમોના સંચાલકોની લાગણી અને માંગણી છે.