અમીનમાર્ગ પરની રોટરી કલબ ઓફ મીડટાઉન લાઇબ્રેરીનું સંચાલન કોર્પોરેશન કરે May 17, 2019

રાજકોટ તા. 17
રાજકોટના અમીન માર્ગ પર આવેલ રા.મ.ન.પા. નિર્મિત રોટરી કલબ ઓફ મીડટાઉન સંચાલીત લાયબ્રેરીનું સંચાલન પરત કોર્પોેરેશન લઇ લેવા રજુઆત કરાઇ છે. સામાજીક અગ્રણી આર.ટી.આઇ. એકટીવીસ્ટ મહેશભાઇ એમ.બુધવાણી એ જણાવ્યું કે રાજકોટના અમીનમાર્ગ પર આવેલરા.મ.ન.પા નિર્મિત રોટરી કલબ ઓફ મીડટાઉન સંચાલીત લાયબ્રેરીનું સંચાલન મહનગર પાલીકાએ પરત સંભાળી લેવું જોઇએ. હાલમાં રા.મ.ન.પા. સંચાલીત રાજકોટમાં ઘણી બધી લાયબ્રેરીઓ કાર્યરત છે. તે સારી રીતે ચાલે પણ છે. જેમાં સેવાની ભાવના અને પ્રજાનું હિત સમાયેલું હોય છે. પણ અમીન માર્ગ પર આવેલી ટ્રસ્ટ સંચાલીત લાયબ્રેરી નફાના હેતુસર ધંધાનું સાધન બની લુંટાય છે. આ લાયબ્રેરી નફાના હેતુસર ધંધાનું સાધન બની ગયું છે. આ લાયબ્રેરી નફાના હેતુસર ધંધાનું સાધન બની ગયું છે. જેમાં રૂા. 10/- લેખે ફોર્મ વેચાય છે. જેમાં પુસ્તકની ડીપોઝીટ 250/-, 500/- અને 5000/- જેવી ડિપોઝીટની રકમ નકકી કરવામાં આવેલી છે. અને વાર્ષિક લવાજમ રૂા.200/-, 500/-, 800/- અને 6500/- જેવી વાર્ષિક ફી છે. જેમાં અર્ધવાષિક ફી 100/-, 250/-, 400/- અને 3250/- છે. જેમાં પ્રજા બેફામ લુંટાય છે અને આપ મૂક પ્રેક્ષક બની તમાશો જુઓ છો. પ્રજાના પૈસે નિર્માણ થયેલી લાયબ્રેરી અને પ્રજા જ લુંટાય? હાલમાં કોર્પો. સંસ્થાને નિભાવ ખર્ચ માટે આશરે રૂા.50,000/- ની માસીક ગ્રાન્ટ પણ આપે છે. આમ કોઇપણ સંસ્થાએ લાયબ્રેરી ને એક ધંધાકીય સાધન બનાવેલ છે.તમામ વિગતને ધ્યાનમાં લઇ અમીન માર્ગ પર આવેલી લાયબ્રેરીનું સંચાલન દિવસ 15માં જરૂરી કાર્યવાહી કરી રા.મ.ન.પા નહીં સંભાળે તો ના છુટકે જાહેર જનતાના હિતમાં જવાબદારો સામે કોર્ટ કાર્યવાહી કરવાની ફરજ પડશે.