મિલપરા-7માં દોઢ મહિનાથી ખોદેલો ખાડો બૂરવા કામગીરી ચાલુ કરાઈMay 17, 2019

રાજકોટ તા,17
મનપાના બાબુઓ અને કોન્ટ્રાકટરોને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા માટે આંદોલન અને રોળાશાહીનો જ આશરો લેવો પડે છે. એકલ - દોકલની રજૂઆતોને સીધી કચરાપેટીમાં સ્વાહા કરનારા મહાનગરપાલિકાના 280 કરોડનો વાર્ષિક પગાર કટકટાવનારાઓની શાન ઠેકાણે લાવી દીધી. ગઈકાલે મીલપરા-7માં 48 દિવસથી બે મોટા ખાડાઓ હતા. જે 7/19ના કોર્નર અને મુખ્ય શેરીમાં હોય અંધારામાં નાગરીકો સીધા ગરક થઈ જાય અને આ મોતની રાહ જોતા મહાનગરપાલિકાના અધિકારીઓને કોંગ્રેસે 48 કલાકનું અલ્ટીમેટમ આપી ટેલીફોનીક ઉગ્ર રજૂઆતથી ફકત 8 કલાકમાં બન્ને ખાડા બુરી દેવાયા હતા.
વધુમાં પીજીવીસીએલ, ડીઆઈ પાઈપલાઈન, ટેલીફોન કંપની, પાણીની લાઈનો સહિતના મુદ્દે જાહેર રસ્તા અને શેરી આડેધડ ખોદતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આવો જ એક શહેરનો મુખ્ય રોડ વોર્ડ-14 કેવડાવાડી મેઈન રોડ મહિના ઉપરથી ગામડા કરતા બદતર હાલત કરી કામ પડતુ મુકી કોન્ટ્રાકટરો બીજે કામે વળગી જતા વેપારીઓના ધંધા ઠપ્પ થતા કોંગ્રેસ આગેવાનોએ વેપારી અગ્રણી બિજલભાઈ ચાવડિયા સાથે મંત્રણા કરી અને કોંગ્રેસ પ્રવકતાએ તા.3/5થી કમિશનરને ઈન્વર્ડ નં.496થી કેવડાવાડી રોડ બંધ, ધરણા ઘંટારવની ચીમકી આપતા ડામરનું કામ ચાલુ કરાયું તે પ્રસંગે ગજેન્દ્રસિંહ ઝાલા, બિજલ ચાવડિયા, ભાવેશ લુણાગરિયા, ગણેશ કિયાડા, નટુભા ઝાલા (ફૌજી) દિપક પટેલ, પ્રવિણ પટેલ, રણજીતસિંહ પરમાર, સંજય કિયાડા, પરેશ સોરઠિયા, બ્રિજેશ પટેલ, ચીરાગ રૈયાણી, રઘુભાઈ પટેલ સહિતના વેપારીઓ કોંગ્રેસ આગેવાનોએ હાજરી આપી હતી.