સેન્સેક્સમાં 418 અને નિફ્ટીમાં 116 પોઈન્ટનો ઉછાળો નોંધાયોMay 17, 2019

  • સેન્સેક્સમાં 418 અને નિફ્ટીમાં  116 પોઈન્ટનો ઉછાળો નોંધાયો

રાજકોટ તા.17
ગુરૂવારે બમ્પર વધારા સાથે બંધ થયા પછી શુક્રવારે પણ શેર માર્કેટ તેજી સાથે ખુલ્યુ હતુ. બીએસઈએ આજે સવારે 100.94 પોઈન્ટની તેજી સાથે 37,494.42 જ્યારે નિફ્ટી 4.8 પોઈન્ટની તેજી સાથે 11261.90 પર ખુલ્યો હતો.
કારોબાર ખુલતાની સાથે જ બીએસઈ પર 38 કંપનીઓમાં લેવાલી જ્યારે 16 કંપનીઓમાં વેચવાલી જોવા મળી રહી હતી. તો નિફ્ટીની 34 કંપનીઓમાં લેવાલી અને 15 કંપનીઓના શેરોમાં વેચવાલી જોવા મળી રહી હતી.
ગ્લોબલ સંકેતોની વાત કરીએતો એશિયાઈ બજારોમાં મજબૂતી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. પણ જૠડ નિફ્ટીમાં સુસ્ત કારોબાર થઈ રહ્યો હતો. ગઇ કાલે અમેરિકી બજારોમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી. વોલમાર્ટના સારા
(અનુસંધાન પાના નં.8)
પરિણામોએ બજારને સહારો આપ્યો. બેન્કીગ શેરોનું પણ સારૂ પ્રદર્શન રહ્યુ.
એપ્રિલમાં હાઉસિંગના આંકડાઓ આશા કરતા વધારે સારા રહ્યા. આ તમામ વચ્ચે મધ્યપૂર્વ દેશો વચ્ચે તણાવ વધવાથી કાચા ઈંધણની કિંમતમાં 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રેન્ટ 73 ડોલર પર પહોંચી ગયો હતો.
આ તમામ ગ્લોબલ સંકેતોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમા આજે તેજી જોવા મળી રહી છે. આજે સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સ્મોલકેપ ઇન્ડેક્સ 0.45 ટકાના વધારા સાથે 13880 સ્તર પર નજર આવી રહ્યો છે. મિડકેપ ઇન્ડેક્સ 0.36ના વધારા સાથે 14,205ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ક્રુડ ઓયલમાં આવેલા ઉછાળાથી તેલ અને ગેસ શેરોમાં આજે કડાકો થયો છે. બીએસઈનો ઓયલ ઈન્ડેક્સ 0.45 ટકાના કડાકા સાથે કારોબાર કરી રહ્યો છે.
બપોરે 2.00 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 418 પોઈન્ટ એટલેકે 1.12 ટકાની તેજી સાથે 37,812 સ્તર પર કારોબાર કરી રહ્યો હતો તો નિફ્ટીના 50 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સ 116 પોઈન્ટ એટલેકે 1.04 ટકાના ઉછાળા સાથે 11,373ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો