ફકત આવ્યા ટહેલવા અહી રમેશ, ને ચરણ ચોટી ગયા ઇતિહાસમાંMay 17, 2019

  • ફકત આવ્યા ટહેલવા અહી રમેશ, ને ચરણ ચોટી ગયા ઇતિહાસમાં

 ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમુ આવવું, હવે આંખોને
કેમ રે ભૂલાવવું
રાજકોટ: સોરઠી ધરતીની મ્હેક એટલે રમેશ પારેખ. એવા કવિ જેતા જન્મથી આ ધરતી સતાનાવાને ઉજળી બની છે. રમેશ પારેખ એક લોકકવિ તરીકે લોકવનને, લોકજીવનને, સંસ્કૃતિને અને માન્યતાઓને પોતાના કાવ્યમાં ચિત્ર કરે છે. શબ્દોના સમ્રાટ, યુવા હૈયાઓના સરતાજ, પ્રણય અને શૃંગારને પીજનાર રમેશ પારેખની 13મી પુણ્યતિથી છે ત્યારે પોતાની કવિતાઓ ગઝલથી સદા માટે અમર થઇ જનાર રમેશ પારેખ માટે આ તેમને લખેલી કવિતાની બે લાઇન યાદ આવે.
ફકત આવ્યા ટહેલાવ અહીં રમેશ,
ને ચરણ ચોટી ગયા ઇતિહાસમાં...
રમેશ પારેખ તેમના ગીતો અને કવિતા માટે જાણીતા છે પણ તેમણે અછાંદસ કવિતાઓ અને ગઝલોમાં પણ મોટું યોગદાન આપ્યું છે. સોનલ અને મીરાબાઇને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતો સોનલ સૌથી જાણીતા છે. પ્રેમમાં સોનલને સૌથી આગવું સ્થાન આપ્યું છે. રમેશ પારેખે તેમના શબ્દોમાં
યાદ છે, ર.પા.એ (કદાચ સોનલને) કહેલું
શબ્દોમાં કયા સમાય છે તારી ને મારી વાત?
અર્થોમાં કયા ચણાય છે તારી ને મારી વાત
રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વીંઝાયા છે તારી ને મારી વાત
રસ્તાની જેમ કાળ ખૂંટે કયા બીસીએ!
સપનાનો ભાર થાય છે તારી ને મારી વાત
સૌરાષ્ટ્રની ધીંગી ધરા ધખધખતી
હોય ત્યારે તેની બળતરાને લોકકવિએ પોતાના હૈયામાં અનુભવીને કાવ્યમાં ઉતારી છે તો પ્રણય અને શૃંગારના કાવ્યોમાં તે ફુલાઇ ફુલાઇને એવા ટહુકા કરે છે જાણે ભોમકા પર કોઇ કળા કરીને મોર મહેકતો ન હોય
ફાગણની કાળઝાળ સુક્કી વેળામા તારૂ
પહેલા વરસાદ સમુ આવવું હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપોરે ભીનો પગરવ સુણીને
કાંઇ વાસ્યા કમાડ અમે ખોલ્યા
ચારે આંખોના એવા અંધાર્યા વાદળા કે
શમણે આવેલ મોર બોલ્યા ઓચિંતા
ધોધમાર સામસામે આપણે ઉભા રહ્યાનું પુર આવવું
અનેક એવોર્ડ વિજેતા રમેશ પારેખ આજે 13 વર્ષ બાદ પણ લોકોમાં એક અનોખી ચાહના ધરાવે છે. તેમણે પોતાની રચનામાં દરેક તત્વોને આલેખ્યા છે. તેમની કવિતામાં લોકવન, તેમના રીતરીવાજો વ્યક્ત થાય છે.