કાંગારુ મધર કેરથી બાળકને હાઇપોથર્મિયાથી બચાવી શકાયMay 17, 2019

  • કાંગારુ મધર કેરથી બાળકને હાઇપોથર્મિયાથી બચાવી શકાય

 પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય કાંગારુ મધર કેર જાગૃતિ દિવસની ઉજવણી
રાજકોટ તા.17
પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો-13, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો 54 તેમજ 248 જેટલા સબ સેન્ટરોના સેજાના ગામોના મમતા દિવસમાં આંતરરાષ્ટ્રીય કાંગારૂ મધર કેર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના માન. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતીરાએ કાંગારૂ મધર કેરના દિવસની ઉજવણીરૂપે સામુહિક આરોગ્ય કેન્દ્ર કુવાડવા ખાતે મુલાકાત લીધેલ તેમજ રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના એપેડેમીક મેડીકલ ઓફીસર ડો.એન.એમ.રાઠોડે કાંગારૂ મધર કેરના દિવસની ઉજવણીરૂપે જસદણ તાલુકા ખાતે મુલાકાત લીધેલ. કાંગારૂ માતાઓ પોતાના નવજાતને શરીરથી ચોટાડીને રાખે છે. માતાઓને કાંગારૂ મધર કેર વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ કે બાળકોને આ પધ્ધતિથી શું ફાયદાઓ થાય છે તે અંગે વિસ્તૃતમાં સીધા લાભાર્થી સાથે ચર્ચાઓ કરવામાં આવેલ.કાંગારૂ મધર કેરથી બાળકના શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઇ રહે છે. બાળક ઠંડુ નથી પડતું કે વધુ પડતું ગરમ પણ નથી થઇ જતું. બાળકને હાઇપોથર્મિયા થતા બચાવી શકાય છે. કાંગારૂ મધર કેર પદ્ધતિથી બાળકને સ્તનપાન કરવામાં ખુબ જ સગવડ રહે છે. આ કારણે બાળકનું વજન સારી રીતે વધે છે. બાળકનો માનસિક વિકાસ પણ વધુ સારો થાય છે. માતાને આત્મસંતોષ તેમજ આત્મવિશ્ર્વાસ વધે છે અને બાળસંભાળમાં સક્રિય ભાગીદારીને લીધે તે ધન્યતા અનુભવે છે. માતાની માનસીક તાણ ઓછી થાય છે. બાળકના શ્ર્વાસોચ્છવાસ અને હૃદયના ધબકારાની નિયમિતતા જળવાઇ રહે છે.