રવિવારે કિશાન મોલનું ઉદ્ઘાટનMay 17, 2019

  • રવિવારે કિશાન મોલનું ઉદ્ઘાટન

 આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજન
રાજકોટ તા,17
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર અને ગાય આધારીત ખેતીના સંશોધક પદ્મ ડો.સુભાષ પાલેકરની અથાગ મહેનતથી કિશાન ભાઇઓ ગાય આધારીત કૃષિ કરતા થયા છે ત્યારે રવિવારે કિશાન મોલનુ ઉદઘાટન કરાશે.
તા.19ના રોજ સવારે 8 કલાકે ડો.વલ્લભભાઇ કથીરીયા (ચેરમેન કામધેનુ ગૌ સેવા આયોગ ભારત)ના હસ્તે કરાશે.
કિશાન મોલનો ઉદેશ જે ખેડૂતભાઇઓ ગાય આધારીત ખેતી કરે છે તે ખેત ઉત્પાદનો અનાજ, ફ્રુટ, શાકભાજી, કઠોળ, મસાલા વગેરે સીધા કિશાન ભાઇઓ દ્વારા વાપરનાર ગ્રાહક ભાઇઓને મળી રહે તે માટેનો છે.
આ કાર્યક્રમને સફળ કરવા માટે ભરતભાઇ પરસાણા ગૌપ્રેમી, દિલીપભાઇ સખીયા-પ્રમુખ ભારતીય કિશાન સંઘ રાજકોટ, કાંતિભાઇ પટેલ-શ્રી સહજાનંદ ગૌશાળા, શાંતિભાઇ પટેલ-પ્રાકૃતિક ખેતી કરતા કિશાન, વસંતભાઇ ખાંટ-આર્ટ ઓફ લીવીંગના ટીચર, રમેશભાઇ ઠક્કર-શ્રીજી ગૌશાળા, ચંદ્રેશભાઇ પટેલ-કીશાન ગૌશાળા, ભરત સુરેજા-ગૌપ્રેમી, નાનુભાઇ ટઢાણીયા- નિવૃત એગ્રી. ઓફીસર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.