વીજ ઉત્પાદન માટે ગંદા પાણીનો ઉપયોગ કરવા બાયોલોજિકલ પાવર બેન્કની રચનાMay 17, 2019

  • વીજ ઉત્પાદન માટે ગંદા પાણીનો ઉપયોગ કરવા બાયોલોજિકલ પાવર બેન્કની રચના

રાજકોટ તા,17
ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (જીએસબીટીએમ) દ્વારા યોજાયેલી બાયોથોનમાં કુદરતી સંસાધનોનુ સરંક્ષણ વિષય હેઠળ આર.કે. યુનિવર્સિટીના એમ.એસ.સી. માઈક્રોબાયોલોજીના 5 વિદ્યાર્થીઓની ટીમે ડો.વિજય કુમારના માર્ગદર્શન હેઠળ બેસ્ટ પરફોર્મિંગ ટીમનો એવોર્ડ મેળવ્યો છે. અને સાથોસાથ 1 લાખ રૂપિયાનુ રોકડ પુરસ્કાર પણ મેળવ્યુ છે.
વર્તમાન પરિસ્થિતિમાં જયાં વીજળીની માંગ વધી રહી છે. અને વીજળી માટેના સાધનો મર્યાદિત છે આપણા કુદરતી સંસાધનો ઘટી રહ્યા છે તેને નિવારવા માટે આ ટીમ વિજળી ઉત્પાદન માટે ગંદા પાણીનો ઉપયોગ કરવાના વિચાર સાથે આવી જેમાં તેઓએ બાયોલોજીકલ પાવર બેન્કની રચા કરી જે ગટરના પાણી પર ચાલે છે અને સુક્ષ્મજીવોની મદદથી વીજળી ઉત્પન્ન કરે છે. તેના પરનું કાર્ય હજી ચાલી રહ્યું છે અને આ ડીઝાઈન પેટન્ટની પ્રક્રીયામાં છે. આર.કે. યુનિવર્સિટીની આ ટીમમા દેવેન્દ્ર રાઠોડ, કલ્પેશ સિંધવ, વિપુલ ડાંગર, અભિજિત મકવાણા અને ઠાકર્ષી માવેશીયા એમ પાંચ સભ્યો હતા.
સમગ્ર ગુજરાતમાંથી કુલ 130 ટીમોએ પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર 25 ટીમો પસંદ કરવામાં આવી હતી અને દરેક ટીમને તે સમયે રૂા.50000 ની નાણાકીય સહાય પુરી પાડવામાં આવી હતી. આરકેની ટીમે આરકે યુનિવર્સિટીમાં ઈનક્યુબેશન સેન્ટરે એમના આ પ્રોજેક્ટ પર કાર્ય કર્યુ હતુ. છેલ્લી 25 ટીમોનું બે મહિને મૂલ્યાંકન કરવામા આવ્યું હતું અને દરેક થીમમા એક વિજેતા જાહેર કરવામાં આવી હતી. આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સખત કાર્ય અને આરકે ફિઝિક્સ ડીપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ તેમજ આરકે યુનિવર્સિટીના એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટના સતત સમર્થનથી આ શક્ય બન્યું હતું.