ડિજિટલ ફ્રોડને અટકાવવા HDFC બેંકના સિકયોર બેન્કિંગ પ્રોગ્રામનો થયો પ્રારંભ: અન્ય શાખાઓમાં પણ શરૂ થશેMay 17, 2019

  • ડિજિટલ ફ્રોડને અટકાવવા HDFC બેંકના સિકયોર બેન્કિંગ પ્રોગ્રામનો થયો પ્રારંભ: અન્ય શાખાઓમાં પણ શરૂ થશે

રાજકોટ તા.17 આ પ્રોગ્રામમાં નેટ બેન્કિંગ, મોબાઇલ એપ, એટીએમ ટ્રાન્ઝેકશન તેમજ સ્કિમિંગ, વિશિંગ, ફિશિંગ સીમ ડુપ્લિકેશન અંગે જાણકારી અપાશે એચડીએફસી બેન્ક લિમિટેડે આજે તેના સિકયોર બેંકીંગ પ્રોગ્રામનો રાજકોટમાં પ્રારંભ કર્યો છે. આ પહેલ એ ગ્રાહકોમાં સલામત બેંકીંગ પ્રણાલિ અંગે જાગૃતિ પેદા કરવા બેકે હાથ ધરેલા પ્રયાસનો એક હિસ્સો છે. આ પ્રોગ્રામ રાજકોટ અને આસપાસની 35 શાખાઓમાં શરૂ કરીને ગ્રાહકોને જાગૃત કરાશે અને સામાન્ય જનતામાં પણ જાગૃતિ
પેદા કરાશે. આ પહેલ શહેરમાં યોજાયેલા એક સમારંભમાં એચડીએફસી બેંકના, રાજકોટના કલસ્ટર હેડ હર્ષલ નહેરૂ અને કલસ્ટર હેડ સુશીલ બહોરા દ્વારા એચડીએફસી બેંકના અન્ય
સિનિયર અધિકારીઓની હાજરીમાં શરૂ કરાયો હતો.
આ વિશે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે ‘સિકયોર બેંકીંગ’ પહેલમાં સંખ્યાબંધ વર્કશોપનો સમાવેશ થશે, જેમાં બેંકીંગ વ્યવહારો હાથ ધરવાની સાથે સાથે તેમણે કાળજી રાખવાની છે તે બાબતો અંગે પ્રેઝન્ટેશન્સ રજૂ કરીને તેમને જાગૃત કરાશે. આ પ્રોગ્રામમાં નેટ બેંકીંગ, મોબાઇલ એપ્પ, એટીએમના વ્યવહમારોનો સમાવેશ કરીને, ડેબીટ અથવા ક્રેડિટ કાર્ડના પીઓએસ ટર્મિનલમાં, મર્ચન્ટ આઉટલેટમાં અન ઓનલાઇન બેંકીંગમાં ઉપયોગ અંગે જાગૃતિનો સમાવેશ કરાયો છે.
આ પ્રોગ્રામમાં સામાન્ય જનતાને સ્કીમીંગ, વિશીંગ, ફીશીંગ, ડેટામાં ગોલમાલ, ઓળખ બદલી, ઇ- કોમર્સ ટ્રેન્ડઝ, સીમ ડુપ્લીકેશન અને ઇમેલ થ્રેટ અંગે જાણકારી આપવામાં આવશે. આ વર્કશોપ સામાન્ય જનતા માટે પણ ખુલ્લલી મુકવામાં આવી છે. ગ્રાહકો અને બિન ગ્રાહકો પણ શહેરની શાખાઓમાં યોજાનાર આ સંખ્યાબંધ વર્કશોપમાં હાજરી આપી શકશે.
આ ઉપરાંત એટીએમ સ્ક્રીન્સ, મોબાઇલ બેકીંગ એપ્પ અને એચડીએફસી બેંકની વેબસાઇટ જેવી અન્ય ચેનલોનો ઉપયોગ કરીને સિકયોર બેંકીંગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
એચડીએફસી બેંકના રાજકોટ કલસ્ટર હેડ, હર્ષલ નહેરૂ એ જણાવ્યું હતું કે ટેકનોલોજીના ઉદભવની સાથે સાથે ગ્રાહકો જેનો ભોગ બની શકે છે તે સંભવિત છેતરપિંડીઓ અંગે તેમને જાગૃત કરવાની જરૂર છે. એક સજાગ અને સુમાહિતગાર ગ્રાહક પોતાની બેંકીંગ ડિટેઇલ ખોટી રીતે જાહેર કરવાથી બચી જશે. સલામત બેંકીંગ વર્કશોપના મહત્વના પાસા
 તમારો પીન અને પાસર્વડ કોઇને આપશો નહીં.
 તમે જયારે પણ તમારું સરનામું, સંપર્ક નંબર અથવા તો ઇમેલ આઇડી બદલો ત્યારે બેંકને માહિતગાર કરો.
 તમામ આઇડી એડ્રેસ પ્રુફ અને અંગત માહિતીઓ સલામત સ્થળે રાખો.
 તમારો પ્રાદેશિક ફોન બેંકીંગ નંબર તમારી સંપર્ક યાદીમાં જાળવી રાખો. તમારું કાર્ડ ખોવાઇ કે ચોરાઇ ગયું હોય અથાવ તો ઓચિંતા આર્થિક વ્યવહાર અંગે એલર્ટ કરવા માટે તાકીદની પરિસ્થિતીમાં તે તમને ઉપયોગી નિવડશે. તમે એચડીએફસી બેંકના સ્થાનિક ફોન બેંકીંગ નંબરનો પણ સંપર્ક કરી શકો છો.
 તમારું ક્રેડિટ કે ડેબીટ કાર્ડ ખોવાઇ કે ચોરાય તો તાત્કાલિક ફોન બેંકીંગ મારફતે માહિતી આપો.
 તમારી બેંકમાંથી મોકલાયેલા એલર્ટસ અને સ્ટેટમેન્ટ બાબતે કયારેય બેદરકારી ન દાખવો.
 કોરા ચેક ઉપર સહી કરશો નહીં અને બેંક અથવા તો અન્ય સંસ્થામાંથી આવું છું એવું કહેનારને આવા ચેક આપશો નહીં. હંમેશા ચેક સાઇન કરતાં પહેલાં ચેક જેને આપવામાં આવ્યો છે તેનું નામ અને રકમ નોંધી રાખો.
 એટીએમ અથવા તો બેંકના કેશ કાઉન્ટર ઉપર નોટો ગણવા માટે કોઇપણ અજાણી વ્યક્તિની મદદ લેશો નહીં.
 માત્ર અધિકૃત એપ્પ સ્ટોરમાંથી જ મોબાઇલ બેંકીંગ એપ્સ ડાઉનલોડ કરો.
 તમારા મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપ વગેરે
પબ્લિક વાઇ - ફાઇ સાથે જોડાયા હોય ત્યારે તેના પરથી બેંકીંગ વ્યવહારો કરશો નહીં, કારણકે તે ખુલ્લા અને અસલામત હોય છે એચડીએફસી બેંકીંગ વધુ માહિતી માટે ૂૂૂ.વમરભબફક્ષસ.ભજ્ઞળ ઉપર લોગઓન કરો અને મોે. નં. 91-22-66521249, (ડી) 66521000 પર સંપક કરી શકાશે.