રવિવારે સ્ટાર્ટર્સનો સ્વાદ પુસ્તકનું કરાશે વિમોચનMay 17, 2019

  • રવિવારે સ્ટાર્ટર્સનો સ્વાદ પુસ્તકનું કરાશે વિમોચન

રાજકોટ તા.17
કલા-કારીગરી અને કૌશલ્યને ઉજાગર કરતા એકમાત્ર મલ્ટીમીડીયા મેગેઝીન વિશ્ર્વકર્મા વિશ્ર્વ જેના દ્વારા પ્રકાશીત થાય છે. તે રમ્ય પબ્લીકેશન અને વિશ્ર્વકર્મા વિશ્ર્વને તાજેતરમાં જ 15 વર્ષ પૂર્ણ થયા છે અને 16માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે હવે રમ્ય પબ્લીકેશન દ્વારા વિવિધ પ્રકાશનો હાથ ધરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વિશ્ર્વકર્મા વિશ્ર્વના લેખીકા અને જાણીતા કુકીંગ એકસપર્ટ શુભદા ભટ્ટી લિખિત રેસીપી બુક સ્ટાર્ટર્સનો સ્વાદનો વિમોચન સમારંભ રવિવારને તા.19 ના રોજ મેયર બીનાબેન આચાર્યના પ્રમુખસ્થાને રાખેલ છે.
માલવીયાનગર મેઇન રોડ પર આવેલ સર્વોદય કોલેજ ખાતે રવિવારે સાંજે 6 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ઉત્પલાબેન કે.જાદવાણી તથા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાડોદરીયા અને સંતોકબેન કે.માલધારી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બહેનોને ખાસ આમંત્રણ છે.
રમ્ય પબ્લીકેશન દ્વારા અગાઉ ડો.અનિલ અંબાસણા લિખિત પુસ્તક સળવળાટ અને નટુભાઇ ગજ્જર લિખિત લઘુ વિશ્ર્વકર્મા પુરાણ મારા દાદા વિશ્ર્વકર્માનું પ્રકાશન થઇ ચૂકયું છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. રમ્ય પબ્લીકેશનના આ ત્રીજા પુસ્તક સ્ટાર્ટર્સનો સ્વાદનો રવિવારે વિમોચન સમારંભ યોજવામાં આવ્યો છે ત્યારે બહેનોએ ખાસ ઉપસ્થિત રહેવા વિશ્ર્વકર્મા વિશ્ર્વના તંત્રી પ્રવીણ ગજ્જરે આમંત્રણ આપ્યું છે.