ઇવનિંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે બે દિવસીય સંગીત સંધ્યાMay 17, 2019

રાજકોટ તા. 12
સરગમ કલબ દ્વારા ઇવનિંગ પોસ્ટ પાર્કનામ સભ્યો માટે જૂના ફિલ્મી ગીતોની સંગીત સંધ્યાનું શનિવાર અને રવિવારે આયોજન કરાયું છે.
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા નિર્મિત સરગમ કલબ સંચાલિત ઇવનિંગ પોસ્ટ પાર્કમાં સિનિયર સિટીઝન સભ્યો માટે અનેક કાર્યક્રમો યોજાતા રહે છે. ઇવનિંગ પોસ્ટ પાર્કનામ સભ્યો માટે તા. 18ને શનિવારના રોજ સાંજે 6:00 કલાકે કરાઓકેના સથવારે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મમતાજબેન મુલ્લાના માર્ગદર્શન હેઠળ કલાકારો ગીત - સંગીત રજુ કરશે.આ ઉપરાંત તા. 19ને રવિવારના રોજ સાંજે 6:00 કલાકે સરગમ કલબ અને દિલ સુંદર મ્યુઝીકલ ગ્રુપ દ્વારા કરાઓકેના સથવારે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દિલીપભાઇ સોનીના માર્ગદર્શન હેઠળ કલાકારો ગીત - સંગીત રજૂ કરશે.
બન્ને કાર્યક્રમ ઇવનિંગ પોસ્ટ ગાર્ડન, ચૌધરી હાઇસ્કૂલ પાસે, પ્રભુકૃપા હોસ્પિટલ પાસે, જિલ્લા બેંકની બાજુમાં, રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.