રવિવારે કોળી સમાજના 30 યુગલો પ્રભુતામાં પગલાં માંડશેMay 17, 2019

  • રવિવારે કોળી સમાજના 30 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે

રાજકોટ તા. 17
કુવાડવા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત કોળી સમાજ દ્વારા દસમો સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 19-5ના રોજ રાજકોટના કુવાડવા ગામે આવેલ સજાવટ પાર્ટી પ્લોટ, વાંકાનેર ચોકડી, કુવાડવા ગામે સમુહ લગ્નોત્સવ સાંજે 6 થી 11 દરમ્યાન યોજાશે. જેમાં 30 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે.
સમુહ લગ્ન અંગે વિસ્તૃત વિગતો આપતા સંસ્થાના પ્રમુખ ભરતભાઇ સોરાણીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત કોળી સમાજના સમુહ લગ્નમાં 30 દિકરીઓના લગ્ન થશે અને દાતાઓના સહકારથી દિકરીઓને ભેટ આપવામાં આવશે. આ પ્રસંગે નવદંપતિને આશીર્વચન પાઠવશે. સંતો / મહંતો સમુહ લગ્નોત્સવમાં યોજનારા કાર્યક્રમમાં પ્રેરણાદાય ઉપસ્થિતી કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા અધ્યક્ષપદે રાજયસભાના પુર્વસાંસદ શંકરભાઇ વેગડ તથા સમુહ લગ્નોત્સવના ઉદઘાટક હીરાભાઇ સોલંકી તથા રોહીતજી ઠાકોર તથા માન.ડો.મહેન્દ્રભાઇ મુંજપરા ખાસ ઉપસ્થિત રહેશે તેમજ પ્રેરણાસ્ત્રોત વિરજીભાઇ સનુરા તથા સમુહ લગ્નોત્સવના મુખ્ય મહેમાન સાંસદ સુરેન્દ્રનગર દેવજીભાઇ ફતેપરા તથા સાંસદ જૂનાગઢ રાજેશભાઇ ચુડાસમા તથા મંત્રી ઇશ્ર્વરસિંહ પટેલ તથા મંત્રી પરસોતમભાઇ સોલંકી તથા ધારાસભ્ય આર.સી.મકવાણા તથા ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા તથા ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા તથા પૂર્વ સંસદીય સચિવ શામજીભાઇ ચૌહાણ સહીત ઉપસ્થિત રહેશે. આયોજનને સફળ બનાવવા પ્રમુખ ભરતભાઇ સોરાણી, ધીરૂભાઇ શીયાળ, સંજયભાઇ પીપળીયા, દિનેશભાઇ સોલંકી, વિજયભાઇ ભાલીયા, સુનિલભાઇ બાવરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.