જરૂરીયાતમંદો માટે અનોખી સેવાકીય પ્રવૃતિ કરતા સુધીર પંચમીયાMay 17, 2019

  • જરૂરીયાતમંદો માટે અનોખી સેવાકીય પ્રવૃતિ કરતા સુધીર પંચમીયા

રાજકોટ તા,17
માનવમાત્ર સર્વે જ્ઞાતિા કીડની ફેઈલ્યોર ગરીબ દર્દીઓને ડાયાલીસીસ કરાવી આપતી તેમજ થેલેસેમીયા બાળકોની તથા કેન્સરના દર્દીઓની સેવા કરતી સંસ્થા એટલે સ્વ. ધનલક્ષ્મીબેન ગીરધરલાલ પંચમીય ચેરીટેબલ ટ્રસ્ટ કે જે સુધીરભાઇ પંચમીયા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. કીડની ફેઈલ્યોરના દર્દીઓને લોહી શુધ્ધ કરવાની આગવી જરૂરીયાત રહે છે. કોઇપણ જ્ઞાતિના જરૂરીયાતમંદ દર્દીઓને સુધીરભાઇ પંચમીયા દ્વારા છેલ્લા 10 વર્ષથી રાહતભાવે ડાયાલીસીસના પંપ આપવામાં આવી રહ્યા છે. જેમા ડાયાલાઈઝર, ટ્યુબીગ સેટ તથા સોઇ નો સમાવેશ થાય છે. તેઓ દ્વારા જૈન સાધર્મિક સેવા સમિતિના: ભાગરૂપે 185 વૃધ્ધ માતાઓને 2 કીલો ખીચડી, 1 મમરાનું પેકેટ, ગોળ, ખાંડ અને ચણાનો લોટ પણ પુરો પાડવામાં આવી રહ્યો છે. તેમની ઈચ્છા છે કે 300 વૃધ્ધ માતાઓ સુધી ઉપરોક્ત કરીયાણાની વસ્તુઓ તેઓ પુરી પાડે. આ ઉપરાંત દાતાઓ દ્વારા પુરી પાડવામાં આવતી જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પણ તેમનાં દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. તેઓ દ્વારા છેલ્લા 7 વર્ષથી રાહતભાવે ફૂલસ્કેપ ચોપડા પણ પુરા પાડવામા આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે હાલમા સમસ્ત જૈન સાધર્મિક બાળકો કે જેઓ 1 થી 9 ધોરણમા અભ્યાસ કરતા હોય અને જેમને શિક્ષણ સહાયની જરૂરીયાત હોય તેમને શૈક્ષણિક સહાય આપવાનું કાર્ય પણ તેમની ઓફીસેથી શરુ કરવામાં આવેલ છે. જે અંગેના ફોર્મ તા.31 સુધીમા તેમની ઓફીસ સ્ટર્લીંગ એજન્સીઝ, 3-રજપુતપરા, હોટેલ સીટીઈનની બાજુમાં જમા કરાવવાના રહેશે.