દાદાનો ડંગોરો અંતર્ગત વૃદ્ધાશ્રમના વડીલો સાથે મોજમસ્તી કરતા બાળકોMay 17, 2019

  • દાદાનો ડંગોરો અંતર્ગત વૃદ્ધાશ્રમના વડીલો સાથે મોજમસ્તી કરતા બાળકો

રાજકોટ તા,17
અખિલ હિંદ મહિલા પરિષદ રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે ‘દાદાનો ડંગોરો’ની જુની ઉકતીને સાર્થક કરતો ભુલકાઓ અને દાદા - દાદીજીઓનો સંગમનો ખુબ જ ભાવવાહી અને મંગલમય કાર્યક્રમ યોજાયો હતો. રામનાથપરા સહિત તેમજ લોધેશ્ર્વર સહિતના વિસ્તારોમાં શ્રમિક વાલીઓના સંતાનોને માટે બાલ સંસ્કાર પ્રવૃતિ શેરી શાળા ચાલે છે ને તેમાં આર્થિક પછાત પરિવારના બાળકોના સર્વાગીણ વિકાસ માટેનો યજ્ઞ આરંભાયેલ છે. આ બાળકો અને અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત રમણીક કુવરબા આશ્રમમાં વસતા વડીલો દાદા-દાદીઓ સાથે દિવસભર સંગમનો કાર્યક્રમ આયોજીત થયો.
અખિલ હિંદ મહિલા પરિષદ પ્રમુખ ડો.ભાવનાબેન જોશીપુરાએ તૈયાર કરેલ આ વિશિષ્ટ કાર્યક્રમને સંકલ્પના સાકાર કરવામાં અલ્પેશભાઈ, અલ્કેશભાઈ, કુશુમબેન, શિલાબેન, રેશ્માબેન ભાવનાબેન જરિયા તેમજ તૃપ્તીબેન જાનીએ સહયોગ કર્યો હતો.
રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમનાં પટાંગણમાં વડીલોની નિશ્રા અને ભુલકાઓને માટે ચકરડીથી લઈ વિવિધ રાઈડઝ તેમજ વિસરાતી જતી રમતો રાખવામાં આવી હતી અને પ્રત્યેક વડીલોએ આ બાળકો સાથે રમતગમત અને કિલ્લોનો આનંદ માણ્યો હતો. આમ આ વડીલોને પણ બાળકોના કિલકિલાટનો લાભ મળ્યો હતો.