પ્રથમ વખત ‘લન્ગસ ટ્રાન્સપ્લાન્ટ’ : સુરતનાં યુવાનના ફેફસાંનું બેંગ્લોરમાં પ્રત્યારોપણMay 17, 2019

  • પ્રથમ વખત ‘લન્ગસ ટ્રાન્સપ્લાન્ટ’ : સુરતનાં  યુવાનના ફેફસાંનું બેંગ્લોરમાં પ્રત્યારોપણ

સુરત : સુરતના અડાજણના બ્રેઇડેડ જાહેર કરાયેલા યુવાનના અંગોના દાનથી 7 વ્યક્તિને નવજીવન અને રોશની મળી છે. તેમજ પહેલીવાર દાનમાં મળેલા ફેફસાને સુરતથી 1293 કિલોમીટર દુર બેંગ્લોર સુધી 195 મિનિટમાં લઇ જઇને દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે યુવાનનું હૃદયને 90 મિનિટમાં મુંબઇ પહોંચાડીને ત્યાં અન્ય દર્દીને શરીરમાં ધબકતું કરાયું હતું.
અડાજણના પાલનપુર કેનાલ રોડ, એલ.પી.સવાણી સ્કુલની સામે રાજહંસ વિંગ્સ, રાજવર્લ્ડ રહેતા 42 વષીેય વ્રજેશ નવિનચંદ્ર શાહ અડાજણમાં પ્યોર સ્કીલના નામથી આઈ.ટી.ટ્રેનીંગ એકેડેમી ચલાવતા હતા. ગત તા.12મીએ બપોરેે તેમની તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. આ અંગે ડોનેટલાઇફની ટીમને જાણ થતા વ્રજેશના પરિવારજનોને અંગદાન અંગે સમજાવતા તેમણે સંમતી આપી હતી.
જોકે, ગુજરાતમા હ્ય્દય અને મુંબઇમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇ દર્દી ન હોવાથી ફેફસાને સુરતથી 1293 કિલોમીટર દુર બેંગ્લોરની હોસ્પિટલમાં 195 મિનિટમાં પહોંચાડીને 59 વર્ષીય દર્દી અશોક ચૌધરીને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયા હતા. જ્યારે દાનમાં મળેલા હૃદયને 90 મિનિટમાં 269 કિલોમીટર દુર મુંબઇની હોસ્પિટલમાં પહોંચાડી 44 વર્ષીય દર્દી પ્રકાશ શાંતિલાલ શાહના શરીરમાં ધબકતું કરાયું હતું. આ દર્દીની હૃદયના પંપીંગની ક્ષમતા ઘટીને પાંચથી 10 ટકા થઇ ગયેલી હતી.
દાન મળેલી કિડની પૈકી એક અમદાવાદ રહેતા યશપાલસિંહ કનકસિંહ માટીએડા(ઉ.વ. 20) અને બીજી કિડની અમદાવાદના જ રહીશ રહેવાસી કમલેશ નારણભાઈ સોલંકી (ઉ.વ. 28)ને ટ્રાન્સ્પ્લાન્ટ કરાઇ હતી. જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ઊંઝા રહેતા ઇન્દુબેન દિનેશભાઈ પટેલ (ઉ. વ. 47)માં કરાયું હતું. જ્યારે ચક્ષુનું દાન લોકદ્રષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટે સ્વીકાર્યું હતું.
વ્રજેશ શાહના અંગદાનથી 7 વ્યક્તિને નવજીવન અને રોશની મળી છે. ફેફસા અને હ્યદયને સુરતથી ટ્રાન્સફર કરવા માટે ગ્રીન કોરીડોર રચવામાં આવ્યો હતો. કોરિડોર બનાવી ફક્ત 195 મિનીટમાં સુરતથી ફેફસાં 1293 કિ.મી. દૂર બેંગ્લોર પહોંચ્યા,
હાર્ટ મુંબઇનાં દર્દીને ડોનેટ કરાયું સુરતમાંથી ફેફસાંના ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટની પહેલી ઘટના: હૃદય ટ્રાન્સફર કરવાનો 22મો પ્રસંગ
સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની આ બાવીસમી ઘટના છે, જેમાંથી 16 હૃદય મુંબઈ, 3 હૃદય અમદાવાદ, 1 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી મોકલવામાં આવ્યું છે. જ્યારે ફેફસાના દાનની સૌપ્રથમ ઘટના છે. જે બેંગ્લોર મોકલવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 291 કિડની, 121 લીવર, 7 પેન્ક્રીઆસ, 22 હૃદય, 2 ફેફસા અને 238 ચક્ષુઓના દાન મેળવીન ે 677 વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.