ગોહિલવાડને હરાવી SPL માં ટીમ હાલારનો સતત બીજો વિજયMay 17, 2019

  • ગોહિલવાડને હરાવી SPL માં ટીમ હાલારનો સતત બીજો વિજય
  • ગોહિલવાડને હરાવી SPL માં ટીમ હાલારનો સતત બીજો વિજય

આજે ખંઢેરી સ્ટેડિયમમાં
7:30 કલાકે ગોહિલવાડ અને ઝાલાવાડ વચ્ચે જંગ જામશે
રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં ગઈકાલે હાલાર હીરોઝ ગોહિલવાડ ગ્લેડીયેટર્સને 19 રને હરાવીને સતત બીજા મેચમાં જીત હાંસલ કરી છે અને સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. આ બીજા વિજય સાથે હાલાર હિરોઝના કુલ ચાર પોઇન્ટ થયા છે.
ગઈકાલે રમાયેલી મેચમાં ગોહિલવાડ ગ્લેડિયટર્સ ના સુકાની મકવાણાએ ટોસ જીતીને પ્રથમ હાલાર હીરોઝને દાવમાં મોકલી હતી. 20 ઓવરના અંતે હાલાર હીરોઝ 6 વિકેટના ભોગે 153 રન કર્યા હતા જેમાં સૌથી વધુ રન ઇઝડ કોઠારીયાએ કર્યા હતા તેમને 56 બોલમાં બે સિક્સર અને છ ચોક્કા સાથે શાનદાર 72 રન બનાવ્યા હતા.આ ઉપરાંત હર્ષ અંગને 16 બોલમાં બે ચોક્કા સાથે 22 રન અને સુકાની અર્પિત વસાવડાએ 20 બોલમાં 20 રન કર્યા હતા
ગોહિલવાડ ગ્લેડીયેટર્સના વંદિત જીવરાજની,હાર્દિક રાઠોડ,વિહાર જાડેજા,સાગર ભોજાણી અને સુકાની કમલેશ મકવાણાએ એક એક વિકેટ ઝડપી હતી.
154 રનના લક્ષ્ય સાથે દાવમાં ઉતરતેલી ગોહિલવાડ ગ્લેડીયેટર્સ ની ટીમે શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં આવ્યું હતું પરંતુ અકબર શેખ અને કિસન પરમારે ત્રીજી વિકેટ માટે શાનદાર બેટિંગ કરીને મેચને રોમાંચક તબક્કામાં પહોંચાડી દીધો હતો અને એક સમયે એવું લાગતું હતું કે ગોહિલવાડ ગ્લેડીયેટર્સ જીત હાંસલ કરશે પરંતુ પાર્થ ચૌહાણે એક ઓવટમાં બે વિકેટ ઝડપીને મેચનું પશુ પલ્ટી નાંખ્યું હતુંમઅબ્રાર શેખ 41 બોલમાં 63 રન બનાવ્યા હતા જેમાં 1 સિક્સ અને 8 ચોક્કા સામેલ હતા અને કિશાન પરમારે 30 બોલમાં 33 રન ફટકાર્યા હતા પણ ત્યાર પછી ગોહિલવાડ ગ્લેડીયેટર્સની ટીમના બેટધરો લાબું ટકી શક્ય ન હતા અને આખી ટીમ 18.5 ઓવરમાં 134 રનમાં તંબુ ભેગી થઇ જતા હાલાર હિરોઝનો 19 રને સતત બીજો વિજય થયો હતો.
હાલાર હીરોઝ વતી પાર્થ ચૌહાણે 15 રનમા 3 વિકેટ ઝડપી હતી જયારે કુલદીપ શર્મા વિવેક અગાથ અને કૃણાલ કરામચંદાની એ બબ્બે વિકેટ ઝડપી હતી. અજય જાડેજાથી હાલાર ટીમને ફાયદો : કેપ્ટન વસાવડા
મેચ બાદ હાલાર હિરોઝના સુકાની અર્પિત વસાવડાએ જણાવ્યું હતું કે અમારા માટે આ જીત બહુજ મહત્વની છે કારણ કે બે મેચમાંથી બે મેચ જીતીને ટોચની પોઝિશન પર આવ્યા છીએ અને ટીમ એફઓર્ટસ થી અમે આ અજિત મેળવી છે પણ સાથોસાથ અમારી ફિલ્ડિંગ અને કેચિંગ પણ બહુ જ સારું રહ્યું અને મને લાગે છે કે અમારી ટીમ બહુજ બેલેન્સ ટીમ છે.ટીમના મલિક અજય જાડેજાના એહોલ વિષે બોલતા અર્પિત વસાવડાએ જણાવ્યું હતું કે તેમના શબ્દો ગોલ્ડાન શબ્દો હોઈ છે અને મને ખુશી છે હું આ તેમમાં છું કારણ કે બાકીની બધી ટીમના માલિકો બિઝનેસમેન છે જયારે અમારી ટીમના મલિક ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર છે એટલે એ લાભ પણ અમને મળી રહ્યો છે.