ચોરવાડના ખંભાળિયા ગામમાં ઘરમાં ઘુસી પરિણીતાની છેડતીMay 17, 2019

જૂનાગઢ તા.17
ચોરવાડ તાબેના ખંભાળીયા ગામે એક પરીણીતાનો તેના જ ગામના એક યુવકે હાથ પકડી, બીભત્સ માંગણી અને બળજબરી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આવારા પ્રકૃતિના આ યુવકને ઝબ્બે કરવા તજવીજ હોય ધરી છે.
માંગરોળ તાલુકાના ચોરવાડ પોલીસ સ્ટેશન તાબાના ખંભાળીયા ગામે રહેતી પરીણિત મહીલા શાંતિબેન ધનજીભાઈ મકવાણા (ઉ.વ.40) સવારના 11 વાગ્યે ઘરે એકલી હતી ત્યારે તેનો જ ગામનો હરસુખ ખીમા મકવાણા ઘરમાં ઘુસી ગયો હતો અને પરીણીતાનો હાથ પકડી બીભત્સ માંગણી તથા બળજબરી કરી, જો કોઈને કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી તથા તેની સાહેદ એવી સોનલબેને પણ મહિલાના ઘરે આવી ભુંડી ગાળો ભોડી હોવાની ચોરવાડ પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
ત્રાસની ફરિયાદ
વીરાવદરના નાના કોટડા ગામે રહેતા વિપુલ ભવાનભાઈ ગોહિલ તેની માતા શાન્તાબેન ભાઈ વિનુભાઈએ તેના ઘરની ગૃહ લક્ષ્મી સંગીતાબેન વિપુલભાઈ ગોહિલ (ઉ.વ.25)ને શારીરિક માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હોવાની વિસાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.