તુવેર કાંડમાં મોટા માથાઓ સામેલ, આરોપી ફેઝલ મોગલનો ખુલાસોMay 17, 2019

  • તુવેર કાંડમાં મોટા માથાઓ સામેલ, આરોપી ફેઝલ મોગલનો ખુલાસો

કેશોદ તા,17
કેશોદ તુવેરકાંડ મામલે સોથી મોટો ખુલાસો સામે આવ્યો છે. તુવેરકાંડના આરોપી ફેઝલ મોગલના પરિવારજનોએ તુવેરકાંડમાં મોટો ખુલાસો કર્યો છે. તેઓએ તુવેરકાંડમાં ખોટી રીતે ફેઝલ મોગલને ફસાવી દીધાનો આક્ષેપ કર્યો છે.
પરિવારજનોએ આ ઘટનામાં મોટી પોલ ખોલતા જણાવ્યું કે, તુવેરકાંડમાં મોટા રાજકારણીઓને બચાવવા માટે ફેઝલ મોગલને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. આ ઘટનામાં જહાંગીર બ્લોચે માર મારીને જબરદસ્તીથી ગુનો કબૂલ કરાવ્યો હતો. આ સાથે હાલ ફેઝલ છેલ્લા ઘણા દિવસોથી ફેઝલ માનસિક તાણમાં રહેતો હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે.
સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર કેશોદ તુવેરકાંડમાં સોથી મોટો ખુલાસો સામે આવ્યો છે. તુવેરકાંડના આરોપી એવા ફેઝલ મોગલના પરિવારજનોએ આ ખુલાસો કર્યો છે કે ફેઝલ મોગલને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આ કાંડમાં મોટા-મોટા માથાઓ અને રાજકારણીઓ સામેલ છે અને મારા દીકરાને ફસાવી તેવો છટકી જવાની પેરવી કરી રહ્યા છે. ફેઝલને મુખ્ય આરોપી બનાવી દેવામાં આવ્યો છે.
તપાસનીશ અધિકારી જહાંગીર બલોચ ઉપર પણ તેમના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે, અને કોઈ આરોપીને છોડવામાં ન આવે તેવી માંગણી કરી છે. ફેઝલ છેલ્લા કેટલાક સમયથી માનસિક ટોર્ચરમાંથી પસાર થતો હતો. તેઓએ જહાંગીર બલોચ ઉપર આક્ષેપ કર્યો હતો કે ફેઝલને માર મારી આ ગુનો કબુલ કરાવ્યો છે. આમ, હવે આરોપીના પરિવારજનોએ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ડીરેક્ટર તેમને અમુક રાજકારણીઓ સમગ્ર કોભાંડને સંકેલી લેવાની હિલચાલ થતી હોવાનું જાણવા મળ્યું છે.