મૈત્રીકરાર કરનાર યુવક અને પરિણીતાના પતિ વચ્ચે બબાલMay 17, 2019

જુનાગઢ તા.17
મેંદરડાના નાજાપુર છતરીયા ગામના એક પરીણીત મહીલાએ મૈત્રી કરાર કરી લેવાના મનદુ:ખે પરણીતના પતિ તથા મૈત્રી કરાર કરી લેનાર યુવકના પરીવારજનો બાખડી પડતા પાઇપ સહીતના સાધનો વડે એકબીજા ઉપર હુમલો કરી ઇજાઓ કર્યાની ધટના પોલીસ ચોકીમાં પહોચવા પામી છે.
મેંદરડા સુરજગઢ ગામે રહેતા ચંદુ ગોકળભાઇ રાઠોડ નાજાપુર છતરીયા ગામના બાધાભાઇ અરજણભાઇ સોલંકીની પત્ની નીતા સાથે સાતેક મહીના અગાઉ મૈત્રી કરાર કરી લીધા હતા. જેના મનદુ:ખના અમરાભાઇ બાધાભાઇ વાલભાઇ તથા જગાભાઇએ લોખડના પાઇપ અને લાકડી વડે યુવક ચંદુભાઇના મોટાભાઇ હરસુખભાઇ ગોકળભાઇ રાઠોડ ઉપર હુમલો કરી ઇજા કર્યાની મેંદરડા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે. જયારે સામા પક્ષે નાજાપુર છતરીયા ગામના વાલાભાઇ અરજણભાઇ સોલંકીએ સુરજગઢના હરસુખ ગોકળભાઇ રાઠોડ સામે વાલાભાઇના ભાઇ બાધાભાઇની પત્ની સાથે ચંદુએ મૈત્રી કરાર કરી લીધેલ જેના કારણ મનસુ:ખ ચાલતું હતું. ત્યારે ઉશ્કેરાઇ જઇ હરસુખ રાઠોડે લાકડી વડે હુમલો કરી ઇજાઓ કર્યાની પોલીસમાં ફરીયાદ કરી હતી.