કડિયાકામમાં મંદી આવતા કેશોદનાં યુવાને શરૂફ કર્યો દારૂનો બિઝનેશMay 17, 2019

  • કડિયાકામમાં મંદી આવતા કેશોદનાં યુવાને શરૂફ કર્યો દારૂનો બિઝનેશ

રાજકોટ તા.17
રાજકોટ સહીત રાજ્યભરમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ દારૂનો વેપલો કરી રહ્યા છે ત્યારે બી ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન કેશોદના શખ્સને 86,550 રૂપિયાનો દારૂ ભરેલી કાર સાથે ઝડપી લીધો છે. કડિયાકામ નહિ મળતું હોવાથી પોતે દમણથી આ દારૂનો જથ્થો લાવી ત્યાં વેચાણ માટે લઇ જતો હોવાની કબૂલાત આપતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
શહેરમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી શૈની, એસીપી ટંડેલની સૂચનાથી બી ડિવિઝન પીઆઇ વી જે ફર્નાન્ડિઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી કે ઝાલા, ડી એચ જાડેજા અને જે વાય ગોહિલની બાતમી આધારે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન કે યુ વાળા, કે વી જાડેજા, એ એમ રાઠોડ, જે એ બોરાણાને સાથે રાખીને ગ્રીનલેન્ડ ચોકડીના ઓવરબ્રિજ ઉપર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા તેને અટકાવી કારની જડતી લેતા અંદરથી 2 લીટર દારૂની 28 બોળ અને 750 એમએલની 47 બોટલ મળી આવી હતી. કારચાલકને અટકાયતમાં લઇ નામઠામ પૂછતાં પોતે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના વેરાવળ રોડ ઉપર રહેતો દિપક લીલાધરભાઇ વાછાણી જાતે પ્રજાપતિ હોવાની કબૂલાત આપતા પોલીસે દારૂ, કાર અને મોબાઈલ સહીત 3,96,550 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં પોતે કડિયાકામ કરતો હોવાનું અને ધંધામાં મંદી આવી ગઈ હોવાથી દમણથી દારૂ લાવી કેશોદમાં વેચવાનું શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અગાઉ ખેપ મારી આવ્યો છે કે કેમ તે સહિતના મુદ્દે રિમાન્ડ મેળવવા તપાસ હાથ ધરી છે.