જામનગરની દરેડ જીઆઇડીસીના કારખાનામાંથી 1.61 લાખની ચોરીMay 17, 2019

જામનગર, તા. 17
જામનગર નજીકનાં દરેડ ગામની જીઆઈડીસી ફેસ-3 વસાહતનાં એક કારખાનામાંથી 25 દિવસ પહેલા તસ્કરો રૂા.1.61 લાખ 250ની કિંમતનો બ્રાસ પાર્ટસનો મુદામાલ ચોરી કરી લઈ ગયા હતા આ અંગે ત્રણ અઠવાડીયા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા જેકપ મેરીન્ડ પ્રા.લી. નામના કારખાનામાં ગત તા.20-4-19 ની મોડી રાત્રે તસ્કરોએ પતરા ખેસવીને દોરડા વાટે નિચે પ્રવેશ કર્યો હતો અને કારખાનામાં રહેલ બ્રાસ પાર્ટસનો તૈયાર માલ સામાન રૂા.81250 ની કિંમતનો 250 કિલો કોપરનો કોમ્પોનેન્ટસ મળી કુલ રૂા.1.61.250 ની કિંમતનો મુદામાલ ચોરી કરી લઈ ગયા હતાં આ બનાવમાં એક શખ્સ દોરડા વાટે નીચે ઉતર્યા પછી બ્રાસ પાર્ટસનાં બાચકા દોરડાથી બાંધી ઉપર ખેંચ્યા હતાં.આ અંગે કંપનીનાં કર્મચારી ગૌરવ શીરીષભાઈ મણીયારએ ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પો.સ.ઈ. એમ.આર.વાળાએ તપાસ હાથ ધરી છે.