ખાલસા કથારીયા ગામે, એસ.ટી. બસ નીચે આવી જતા અશક્ત વૃધ્ધનું મોતMay 17, 2019

અમરેલી તા,17
ખાલસા કંથારીયા ગામે અકસ્માતે વૃદ્ધ એસ.ટી. બસ નીચે આવીજતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.
જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે રહેતા હરીભાઈ અરજણભાઈ રાદડીયા નામના 64 વર્ષીય વૃઘ્ધ આજે સવારે પોતાના ઘર પાસે ઉભા હતા ત્યારે તેમને અચાનક જ અશકિતના કારણે નીચે પડી જતા તે વખતે ત્યાંથી જ સરકારી એસ.ટી. બસ બગસરા- મહુવા રૂટની એસ.ટી. પસાર થતી હોય તેના પાછળના વ્હીલમાં આવી જતા વૃઘ્ધનું મૃત્યુ થયું હતું. જયારે બસ ચાલક બસ મૂકી નાશી ગયાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.
મેનેજરને કોર્ટમાં મારી
નાખવાની ધમકી
અમરેલીનાં કેરીયા રોડ ઉપર રહેતાં અને અત્રેનાં એંજલ સિનેમામાં ફરજ બજાવતાં પ્રયાસભાઈ બટુકભાઈ ગોલ નામનાં ર6 વર્ષિય યુવકે અગાઉ અમરેલીમાં રહેતાં રવીરાજ ઉદયભાઈ શેખવા સહિતનાં સામે માર મારવા સબબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી તે કેસ અંગે ગઈકાલે કોર્ટમાં તારીખ હતી ત્યારે આ પ્રયાસભાઈ કોર્ટ રૂમમાં હાજર હતા ત્યારે આ રવીરાજ શેખવાએ અગાઉની ફરિયાદ પરત ખેંચી લેજે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાવતાં હેડ કોન્સ્ેબલ બી.એમ. વાળાએ વધુ તપાસ હાથ ધરી છે.
સ્ફોટક પદાર્થ સાથે યુવક ઝડપાયો
બાબરા પોલીસ બપોરનાં સમયે શાહ પેટ્રોલીયમ પાસે વાહન ચેકીંગ કરી રહૃાાં હતા ત્યારે બાબરા ગામે ચમારડી ઝાંપા પાસે રહેતાં અને ભંગારનો ધંધોકરતાં હુસેનઅલી મહમદઅલી કપાસી પોતાના હવાલાવાળા મોટર સાયકલ નં.જી.જે. 11 કે ર14 લઈ નીકળતાં પોલીસે રોકી તલાશી લેતાં તેમના કબજામાંથી જીલેટીન સ્ટીક નંગ ર03 કિંમત રૂા.ર030, ઈલેકટ્રીક ડીટોનેટર નંગ-100 કિંમત રૂા.1000 મોટર સાયકલ કિંમત રૂા.10 હજાર મળી કુલ રૂા.13030નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.