ગોંડલના મોટા મહીકા ગામે મંજૂરી વગર મોબાઈલ ટાવરનું ફાઉન્ડેશન કરવા બાબતે મારામારીMay 17, 2019

રાજકોટ તા,17
ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે મંજુરી વગર મોબાઈલ ટાવરનું ફાઉન્ડેશન ભરવા બાબતે ઝઘડો થતા મારામારી થઇ હતી. જે અંગે સરપંચ અને સામાપક્ષે દલીતોએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરીયાદ નોંધાવી છે.
જાણવા મળતી વ્ગિત મુજબ મુળ બગસરાના નવી હડીયાદ ગામના અને હાલ મોટા મહીકા ગામે દીલીપભાઇ વિરડીયાની વાડીએ રહેતા જયસુખભાઇ વાઘાભાઇ વાળા (ઉવ.35)નામના દલીત યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે મોટા મહીકાના સરપંચ રમેશ પટેલ પોલાભાઇ વસંત પોલાભાઇ, નાનજીભાઇ પરમાર અને અજાણ્યા બે માણસોના નામ આપ્યા છે. ફરીયાદના જણાવ્યા મુજબ ફરીયાદી તથા સાહેદો મોટા મહીકા ગામે રીલાયન્સ ટાવરનું ફાઉન્ડેશન ભરતા હોય ત્યારે આરોપીએ આવી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પાવડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેના ફરીયાદી અને સાહેદ હિંમતભાઇ, ભરતભાઇ અને પ્રતીકભાઇ મારુ ઘવાયા હતા.
જયારે સામાપક્ષે સરપંચ રમેશભાઇ ગોવિંદભાઇ વીરડીયા (ઉ.વ.49) એ નોંધાવેલી વળતી ફરીયાદમાં આરોપી તરીકે બીટુ જાડેજા અને અજાણ્યા ચાર શખ્સોના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પૂર્વ મંજૂરી વગર ખરાબાની જગ્યામાં મોબાઈલ ટાવરનું કામ કરતા હોય જેને અટકાવવા જતા હુમલો કરી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.