ભાવનગર નજીક માર્ગ દુર્ઘટનામાં ધો.11ના વિદ્યાર્થીનું મોતMay 17, 2019

ભાવનગર તા.17
ભાવનગર તળાજા હાઇવે પરના રાજપરા-2ગામ નજીક આજે સવારે બે બાઇક સામસામે અથડાયા હતા. ચાલકો ની બે દરકારી ના કારણે અથડાયલ બાઇક અકસ્માત માં રાજપરા ગામના ધો.11ના વિદ્યાર્થીનું સ્થળપર જ કમકમાટી ભરયુ મોત નિપજેલ.આ અકસ્માત માં ભાવનગર ત્રાપજ ના બે વ્યક્તિ ઘાયલ થયા હતા.
અરેરાટી ઉપજાવતી ઘટનાની તળાજા રેફરલ હોસ્પિટલ પરથી મળતી વિગતો અનુસાર રાજપરા -2 ગામના રસિક ધીરુભાઈ મકવાણા પોતાની બાઇક પર ગામનજ ધો.11 માં અભ્યાસ કરતા વિશાલ મનુભાઈ સોલંકી ઉવ 17 ને બેસાડી નજીકના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવા જતા હતા. એ સમયેજ પસાર થતી બાઇક સાથે અકસ્માત સર્જાતા સ્થળ પર જ કમકમાટી ભરયુ મોત નિપજેલ. સાથે સામેની બાઇક પર સવાર મુકેશ મનુભાઈ ગોહેલ રે.ત્રપજ ,મિલન જીવાભાઈ ગોહિલ રે.ભાવનગર ને ઇજાઓ થતા તણસા 108 દ્વારા તળાજા અને ત્યાંથી ભાવનગર ખસેડવામાં આવેલ.