પાટડી નજીક અકસ્માતના બે બનાવમાં બે ના મોતMay 17, 2019

વઢવાણ,તા.17
પાટડી પાસેનાં અકસ્માતનાં બે બનાવમાં બે યુવાનનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પાટડી વિરમગામ રોડ ઉપર દલીત સમાજનાં શ્મશાન પાસે બાઈક પર પુરઝડપે જતા બાઈક ચાલક સુરતનાં કોસંમ્બા વિસ્તારમાં રહેતો વિનોદ નાનુભાઈ દેવીપુજક મોટર સાયકલ ઉપર જતો હતો.
આ સમયે અચાનક મોટર સાયકલ સ્લીપ થઈ જતા માથાનાં ભાગે ગંભીર ઈજા થતાં યુવાનનું મોત થયેલ હતુ.
જયારે બીજા બનાવમાં પાટડી તાલુકાનાં છાબલી ગામે રહેતો યુવાન ગૌરાંગ અભુભાઈ મકવાણા પોતાનાં મગજની અસ્થીરતાનાં કારણે ઘરેથી નીકળી છાબળી રેલ્વે ટ્રેક ઉપર ધસમસતી આવતી ટ્રેન નીચે પડતુ મુકી મોતને ભેટ્યો હતો.