માણાવદરમાં ઉછીના પૈસા પેટેનો ચેક રિર્ટન થતા ફરિયાદMay 17, 2019

જુનાગઢ તા. 17
માણાવદરના એક શખ્સ લખાણ કરી આપી હાથ ઉછીનમા લીધેલ રૂા. 2.57 લાખ સમય મર્યાદામાં પરત નહીં આપી વિશ્ર્વાસઘાત કર્યાની તથા આપેલ ચેક પણ બાઉન્સ થયા છેતરપીડીં કરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધવા પામી છે.
માણાવદરના કોઠારીયા કોલોનીમાં રહેતા પારસભાઇ રાઠોડે બાટવાના સમયગીરી જેઠીગીરી મેદાનાથી પાીસેથી રૂા. 2.57 લાખ હાથ ઉછીના લીધાં હતાં. અને લખાણ કર્યા મુજબ સમયમાં ન આપતાં અને આપેલ ચેક પણ બાઉન્સ થતાં સંજયગીરીએ પારસ રાઠોડ સામે છેતરપીંડી વિશ્ર્વાસઘાતનો પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
વંથલીમાં યુવાનને મારમાર્યો
વંથલીમાં દુકાને બોર્ડ ફીટ કરવા બાબતે જીરીનભાઇ કાજી મજીદભાઇ ડામરને તું અહીં બોર્ડ ફીટ કરતો નહીં તેમ કહી જઇ ઇકબાલભાઇ ઈસ્માઇતધભાઇ જેઠવા તથા અલ્ફાઝભાઇ જેઠવાએ લાકડી વતી મારમાર્યો ઇજાઓ કરી
હતી અને મારખાતા બચાવવા વચ્ચે પડેલ મુસરકભાઇને પણ ઇજાઓ થવા પામી હતી.