વેરાવળમાં યુવકનો મહિલા ઉપર હુમલોMay 17, 2019


વેરાવળ તા.17
વેરાવળમાં શારદા સોસાયટીમાં રહેતી મહિલાને તેની સામે રહેતા ભોય શખ્સે મારા લગ્ન કરી દેતી નથી અને મારી ખોટી શું વાતો કરે છે ? તેમ કહી બીભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારેલ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયેલ છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શારદા સોસાયટીમાં આવેલ ભૈરવ ચોક પાસે રહેતી હસુમતીબેન શાંતિલાલ વાઘેલા ઉ.વ.પર ને તેની સામે રહેતા ચુનિલાલ શાંતિલાલ વાઘેલા નામના શખ્સે બપોરના સમયે મહિલાના ઘરમાં આવી રસોઇ બનાવી રહેલ હસુમતીબેન ને કહેલ કે મારા લગ્ન કરી દેતી નથી અને મારી ખોટી શું વાતો કરે છે ? તેમ કહી બીભત્સ શબ્દોબોલી ઢીકાપાટુનો માર મારેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ 323, 504 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હે.કો. એમ.જે.મોકરીયા એ તપાસ હાથ ધરેલ છે.